Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ નગરપાલિકા ચૂંટણીનું કાલે મતદાન, આજે કતલની રાત

ભાણવડ નગરપાલિકા ચૂંટણીનું કાલે મતદાન, આજે કતલની રાત

ત્રિપાંખીયો જામશે જંગ, મતદારોનો મિજાઝ કોઇ પારખી નથી શકયું: 72 ઉમેદવારોના ભાવિ થશે ઈવીએમમાં કેદ

- Advertisement -

ભાણવડ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીનું આવતીકાલે તા.3-10-2021 ના રોજ મતદાન હોવાથી આજની છેલ્લી રાત છે.

છેલ્લાં 15 દિવસથી ભાણવડ શહેર ગલ્લીઓમાં જે કચવાટ ચાલતો હતો તેનો અંત આવશે. 24 બેઠક માટે ભાજપા-કોંગે્રસ, આમ આદમી પાર્ટી સહિત 71 ઉમેદવારો છે. જ્યારે એક અપક્ષ ઉમેદવાર છે. એટલે ચિત્ર અટપટુ દેખાઈ છે. મતદારોનો મિજાઝ પારખવામાં કોઇ સ્પષ્ટ અણસાર નથી દેખાતી. નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ જોરદાર પ્રચાર કર્યા છે. એટલો બધો પ્રચાર કર્યા કે મતદારોને સખે શિરામણ પણ કરવા નથી દીધું. મતદાર ઉઠે ચા-પાણી-શિરામણ કરે ત્યાં પ્રચાર વાળા પહોંચે.

ચૂંટણીની આજની છેલ્લી રાત છે. કાલથી સવારથી 72 ઉમેદવારોના ભાવિ ઈવીએમમમાં કેદ થશે. પરંતુ હજુ ઉમેદવારો પાસે ખાટલા મીટીંગનો 24 કલાકનો સમય છે. જે કહેવાય છે કે છેલ્લી ઘડી સુધી સતત પ્રચારથી નશીબ આડેથી પાછડુ ખસી જાય તો જાય તેવી મથામણ ચાલુ છે. એક બાજુ વરસાદ શરૂ બીજી બાજુ 72 ઉમેદવારો અને તેઓના ટેકેદારો કાલે મતદાન થતા ભાણવડની જનતાને નિરાતનો અનુભવ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular