કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા દિનેશગીરી ભવાનગીરી ગોસ્વામી નામનો શખ્સ પોતાના મોબાઈલ ઉપર ચોક્કસ એપ ડાઉનલોડ કરી અને રમાઈ રહેલા ક્રિકેટ મેચ ઉપર હાર-જીત કરતા પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂા. 5,150 રોકડા તથા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.10,150 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા ઉપરોક્ત શખ્સ દ્વારા આ પ્રકરણમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતા વિપુલ પ્રવીણભાઈ લાબડીયા (પંડ્યા) નામના શખ્સનું નામ જાહેર કરવામાં આવ્યું છે.