ઉછીની લીધેલી રકમની પરત ચૂકવણી માટે આપવામાં આવેલો ચેક રિટર્ન થતાં જામનગરના ખેતીવાડી ખાતાના એક કર્મચારીને અદાલતે બે વર્ષની સજા તથા ફરિયાદીને રૂા. 4.20 લાખની વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
જામનગર ખાતે વસવાટ કરતા અને ખેતીવાડી ખાતામાં સરકારી નોકરી કરતા આરોપી પ્રવિણ કરશનભાઈ રાવત ત્થા ફરીયાદી રમેશ ગણેશાજી રાજગોર વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, જેથી આ રોપીએ અંગત જરૂરીયાત માટે ફરીયાદી રમેશભાઈ રાજગોર પાસેથી હાથ ઉછીના 4 લાખ અને 20 હજારની માંગણી કરેલ, જેથી ફરીયાદીએ આરોપીને મિત્રતાના નાતે મદદરૂપ થવા માટે આરોપીની માંગણી મુજબની રકમ હાથ ઉછીની આપેલી, આમ, આરોપીએ આ રકમની પરત ચુકવણી માટે તેમના ખાતાનો ચેક ફરીયાદીને આપેલ આ ચેક ફરીયાદીએ બેંકમાં ભરણા માટે મોકલતા ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ, જેથી ફરીયાદીને તેમની કાયદેસરની લેણી રકમ મળેલ નહી, અને આરોપીને આ બાબતની જાણ હોવાછતાં પણ ફરીયાદોને રકમ ચુકવેલ નહી જેથી આરોપીએ ફરીયાદોને વકીલ મારફત કાનુની નોટીસ પાઠવેલ જે નોટીસ આરોપીને મળી ગયેલ હોય, તેમ છતાં આરોપીએ ફરીયાદીને તેમની કાયદેસરની લેણી રકમ ચુક્વેલ ન હોય, જેથી આરોપીએ અદાલતમાં ધી-નેગોશ્યેબલ ઈન્સ્ટ્રમેન્ટ એકટ તળે આરોપી સામે ફરીયાદ દાખલ કરેલ આ કેસ ચાલી જતાં અદાલત સમક્ષ તમામ પુરાવો રેકર્ડ ઉપર આવેલ, આમ, તમામ પુરાવો અને કેશના સંજોગો ધ્યાને લઈ અને અદાલતે આરોપીએ જે ચેક આપેલ છે તે કાયદેસરની લેણી રકમ પેટે આપેલ છે અને આરોપી તે ચેક આપેલ ન હોવાનું પુરવાર કરેલ ન હોય, ત્થા કાયદેસરની લેણી રકમ નથી તેવું પણ આરોપીએ પુરવાર કરેલ ન હોય, તેવા તમામ સંજોગો અંગેની સમીક્ષા કરી અને પુરાવાઓનું વિશ્લેષણ કરી અને આરોપીને ધી-નેગોશ્યેબલ ઈન્સ્ટ્રમેન્ટ એકટ 138 તળે ચેક રીટર્નના કેસમાં તક્સીરવાર ઠરાવી અને 2 વર્ષની સજા તેમજ 4 લાખ 20 હજાર ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ આ કેસમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા ત્થા નિતેશ મુછડીયા રોકાયેલા હતા.


