ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પત્રના અન્વયે મહાત્મા ગાંધીની જન્મજયંતી તા.2 ઓક્ટોબર તથા વિશ્વ પ્રાણી દિવસ તા. 4 ઓક્ટોબર નિમિત્તે રાજ્યના કતલખાના તથા મીટ શોપ/પોલ્ટ્રી શોપ/ફીશ શોપ તથા કતલખાનાઓમા માંસ, મટન, ઈંડા, ચીકન, મચ્છીના વેચાણ બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે અન્વયે જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા કતલખાના/મીટ શોપ બંધ રાખવા તથા આ દિવસો દરમિયાન પશુઓની કતલ ન કરવા અનુરોધ કરવામાં આવે છે જેની સંબંધકર્તાઓએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા ની યાદી જણાવે છે.


