કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં રહેતાં વતની અને અમદાવાદમાં રહેતાં કોન્ટ્રાકટર યુવાન ઉપર જેસીબીના નાણાં મામલે ચાર શખ્સોએ ફડાકા મારી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામના વતની અને અમદાવાદમાં કોન્ટ્રાકટર માનવેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા નામના યુવાને ભાવાભી ખીજડિયા ગામના રાજદીપસિંહ જાડેજા પાસેથી જેસીબી લે-વેચના રૂા.1,08,000 ની રકમ લેવાની હતી. જે રાજદીપસિંહ એ પ્રદિપસિંહ પાસેથી લેવાનું કહેતા કોન્ટ્રાકટરે પ્રદિપસિંહ પાસે પૈસાની ઉઘરાણી કરતા રાજદીપસિંહ નરવીરસિંહ જાડેજા, રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કુલદીપસિંહ અજીતસિંહ જાડેજા સહિતના ચાર શખ્સોએ માનવેન્દ્રસિંહને ફડાકા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે કોન્ટ્રાકટર યુવાનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવાભી ખીજડિયામાં પૈસાની ઉઘરાણી કરતા કોન્ટ્રાકટર ઉપર હુમલો
જેસીબીના નાણાં માંગતા ફડાકા મારી ધમકી : ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધાયો