કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે શાજનમીયા ઉર્ફે મહમદ સમ્રાટ સન ઓફ અબ્દુલ મજીદ, રહે. ઢાકા-બાંગ્લાદેશવાળો મળી આવતાં પોલીસ દ્વારા તેની સામે ફોરેનર્સ એકટની કલમ-14 એ(બી) તથા ઇન્ડીયન પાસપોર્ટ એકટની કલમ-12 (1) (સી) મુજબ ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા આવ્યો હતો. જે કેસમાં સરકાર તરફે રજૂ થયેલ દસ્તાવેજી તથા મૌખિક પુરાવો તથા એપીપી જે.જે. રાઘવાણીની દલીલો તથા રજૂઆતો ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીને ધ ફોરેનર્સ એકટની કલમ-14 એ (બી) મુજબનો ગુનો સાબિત થતાં આરોપીને બે વર્ષની સાદી કેદ અને રૂા. 10,000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તથા ઇન્ડીયન પાસપોર્ટ એકટની કલમ-12(1) (સી) અન્વયેનો ગુનો સાબિત થતાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂા. 1000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.