Friday, November 22, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૬૭.૬૦ સામે ૫૯૨૯૬.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૧૧૧.૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૭.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૪.૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૪૧૩.૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૪૮.૨૦ સામે ૧૭૬૬૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૧૩.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૪૮.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

આવતી કાલે ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતના સાથે આજે ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ અપેક્ષિત અફડાતફડી બોલાવી હતી. ચોમાસાની સારી પ્રગતિ અને આગામી દિવસોમાં કૃષિ ક્ષેત્ર સાથે ગ્રામીણ અર્થતંત્રમાં મજબૂત વૃદ્વિની અપેક્ષાએ યુટિલિટીઝ, પાવર  અને મેટલ શેરોની આગેવાનીમાં તેજી કરતાં અને રિયાલ્ટી શેરોમાં તેજી કરતાં શરૂઆતી તબક્કામાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાયું  હતું. અલબત ફંડોએ આજે લાંબા સમયથી બેંકિંગ – ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં  ઓવરબોટ પોઝિશનને હળવી કરવા સાથે સીડીજીએસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

ફોરેન  પોર્ટફોલિયો  ઈન્વેસ્ટરોની શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ખરીદી આજે ધીમી પડી નફારૂપી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડોએ પણ શેરોમાં આજે વેચવાલી કરી હતી. વૈશ્વિક મોરચે ચાઈનામાં જાયન્ટ રિયાલ્ટી ડેવલપર  એવરગ્રાન્ડેની કટોકટી  વકરી રહ્યાના અને ચાઈનામાં એના શ્રીમંતો પર પડી રહ્યાના અને આ કટોકટી વકરી રહ્યાના અહેવાલ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતીમાં પીછેહઠની અસર પણ આજે ભારતીય શેરબજારોમાં ઉછાળે જોવાઈ  હતી. અલબત રિયાલ્ટી ક્ષેત્રે એડવાન્ટેજ ભારત હોવાથી રિયાલ્ટી શેરોમાં  ફંડોએ સતત તેજી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઈનાન્સ, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ, સીડીજીએસ, ઓટો અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૪ અને વધનારની સંખ્યા ૧૯૧૫ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીમાંથી બહાર આવી રહેલા વિશ્વની સાથે ભારતમાં પણ હવે અર્થતંત્ર પુન: ઝડપી વિકાસના પંથે સવાર થવાના સંકેતો વચ્ચે કેન્દ્ર સરકારે ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહનો આપવાની સાથે મેઈક ઈન ઈન્ડિયામાં વધુને વધુ સાહસિકોને પ્રોત્સાહન આપવાની બતાવેલી ઉદારતા અને એના પરિણામે દેશમાં ઈન્નોવેશન સાથે નવા સાહસિકો પોતાના સાહસો થકી દેશના ઔદ્યોગિક વિકાસમાં આગામી દિવસોમાં મોટી ભૂમિકા ભજવશે એવા સંકેતોએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સાથે સ્થાનિક ફંડો, રોકાણકારોનો અસાધારણ નવો રોકાણ પ્રવાહ વહેતો જોવાઈ રહ્યો છે.

ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી બીએસઇ સેન્સેક્સે ૨૫.૭૫%નો ઉછાળો દર્શાવ્યો છે, આ સાથે દુનિયામાં સૌથી વધારે વધનાર શેરબજાર બન્યુ છે. નિફ્ટીની વાત કરીયે તો ચાલુ કેલેન્ડર વર્ષે તેમાં ૨૭.૬૯%ની તેજી આવી છે. તો કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં બનેલી નીચી સપાટીથી અત્યાર સુધીમાં સેન્સેક્સ ૧૩૧% વધ્યો છે. તેવી જ રીતે આ સમીક્ષાધીન સમયગાળામાં નિફ્ટી ૧૩૪% ઉછળ્યો છે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાની મુલાકાત બાદ કેટલું રોકાણ ભારતમાં આવી રહ્યું છે એના આવનારા સપ્તાહમાં સંકેતો પર બજારની નજર રહેશે ઉપરાંત વૈશ્વિક બજારો પર પડનારી અસર પર નજર રહેશે.

તા.૩૦.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૯.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૭૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૬૭૬ પોઈન્ટ થી ૧૭૬૩૬ પોઈન્ટ ૧૭૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૯.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૮૭૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૯૭૦ પોઈન્ટ થી ૩૮૦૮૮ પોઈન્ટ, ૩૮૧૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૨૦૩૩ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૫૭ થી રૂ.૨૦૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૪૮ ) :- રૂ.૯૨૯ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૦ થી રૂ.૯૭૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સન ફાર્મા ( ૮૦૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ થી રૂ.૮૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમરરાજા બેટરી ( ૭૫૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૪ થી રૂ.૭૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૨૦૦૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૯૦ થી રૂ.૧૯૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૫૯૮ ) :- રૂ.૧૬૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૮૫ થી રૂ.૧૫૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૯૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૭ થી રૂ.૯૬૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૨૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૭૨૮ ) :- ૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular