Wednesday, December 25, 2024
Homeરાજ્યજામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામની મહિલાનું વીજશોકથી મોત

જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામની મહિલાનું વીજશોકથી મોત

ખેતરમાં મજૂરીકામ કરતી મહિલા ઇલેકટ્રીક સગડીના શોકથી બેશુદ્ધ : સારવાર કારગત ન નિવડી : દરેડ નજીક ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

- Advertisement -

જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામની સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં મજુરીકામ કરતી મહિલાને ઇલેકટ્રીક સગડીને અડી જતા વીજશોક લાગવાથી મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફના માર્ગ પરથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમનું મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર હોથીજી ખડબા ગામના સીમ વિસ્તારમાં આવલી બલદેવસિંહના ખેતરમાં મજુરીકામ કરતી રમીલાબેન પ્રતાપ બીલવાલ (ઉ.વ.28) નામની આદિવાસી મહિલા મંગળવારે બપોરના સમયે તેના ઘરે ઈલેકટ્રીક સગડી ઉપર રાખેલી તપેલી લેવા જતાં સમયે વીજશોક લાગતા બેશુધ્ધ થઈ જતા સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ પ્રતાપ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેર નજીક લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ જવાના માર્ગ પર આવેલા કારખાનાના ગેઈટ નજીક 35 વર્ષનો અજાણ્યો યુવાન કોઇ કારણસર પડી જતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઇ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular