પાટીદાર અનામત આંદોલન બાદ રચાયેલા બિન અનામત આયોગને સરકારે ગ્રાન્ટ ફાળવી હોવા છતાં તેનો પુરતો ઉપયોગ થતો નહીં હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમારે સ્વીકાર્યું કે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની મુદ્દત પુરી થઇ ગઇ હોવાથી અને સ્ટાફની ભરતી થઇ નહીં હોવાથી બેઠકો અને કામગીરી થઇ શકી નથી જેના કારણે પુરી ગ્રાન્ટ વાપરી શકાઇ નથી.
કોંગ્રેસના સભ્યોએ ધારદાર પ્રશ્નો ઉપસ્થિત કરતા મંત્રી પ્રદિપ પરમાર રીતસરના ભેરવાઇ ગયા હતા. એકપણ સિનિયર મંત્રી તેમની મદદે આવ્યા ન હતા. બિન અનામત આયોગને રાજ્ય સરકારે બે વર્ષમાં 1.74 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જે પૈકી આયોગ દ્વારા 1.26 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.