Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતવેકસીનનો જથ્થો, બગાડ અને રસીકરણનાં ‘સરકારી’ આંકડાઓ આશ્ચર્ય ઉપજાવે છે !

વેકસીનનો જથ્થો, બગાડ અને રસીકરણનાં ‘સરકારી’ આંકડાઓ આશ્ચર્ય ઉપજાવે છે !

19 લાખ વધુ લોકોને રસી કેવી રીતે અપાઇ ગઇ ?!

રસીના ડોઝ કરતા વધુ લોકોને રસી અપાયાનો આશ્ર્ચર્ય ઉપજાવે તેવો દાવો સરકારે વિધાનસભામાં કર્યો છે. વિધાનસભામાં આરોગ્યમંત્રીએ આપેલી માહિતી મુજબ સરકારને જાન્યુઆરી-2021થી જુલાઇ-2021 સુધીમાં કોરોનાની રસીના 3.19 કરોડ ડોઝ મળ્યા હતા. જેની સામે આ સમયગાળામાં 3.32 કરોડને રસી આપવામાં આવી હતી. મતલબ કે ડોઝ કરતા 13.11 લાખ વધુ લોકોનું રસીકરણ કરાયું હતું.

મેથી જુલાઇ દરમિયાન કોવિશિલ્ડના વાયલ સામે 10.63 લાખ લોકોનું વધુ રસીકરણ કરાયું છે. મહત્વની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન રસીના 8.33 લાખ ડોઝનો બગાડ પણ થયો હોવાનું સરકારે સ્વીકાર્યું છે. રસીના ડોઝ અને બગાડની ગણતરી કરીએ તો ઉપલબ્ધ ડોઝની સામે 19 લાખ લોકોનું કવરેજ વધારે બતાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular