Tuesday, December 31, 2024
Homeરાજ્યગુજરાતજમીન નવી-જૂની કરવામાં સરકારને 5200 કરોડની આવક

જમીન નવી-જૂની કરવામાં સરકારને 5200 કરોડની આવક

પાંચ વર્ષમાં 75.14 કરોડ ચો.મી. જમીનની શરતોમાં ફેરફાર

- Advertisement -

ગુજરાતમાં નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવામાં આવેલી જમીનથી સરકારને છેલ્લા પાંચ વર્ષમાં 5186 કરોડ રૂપિયાની આવક થઇ છે. આ સમયગાળામાં કુલ 75.15 કરોડ ચોરસમીટર જમીનની શરતમાં બદલાવ થયો છે જે પૈકી આણંદ અને નવસારી એવા જિલ્લા છે કે જ્યાં સૌથી વધુ જમીનની શરત મંજૂરી અપાઇ છે.

રાજ્યના મહેસૂલ વિભાગે વિધાનસભામાં આપેલા લેખિત આંકડા પ્રમાણે આણંદમાં 13.87 કરોડ ચોરસમીટર અને નવસારીમાં 15.83 કરોડ ચોરસમીટર નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી છે. રાજ્યના 33 જિલ્લા પૈકી એકપણ જિલ્લો એવો નથી જ્યાં જમીનની શરતમાં ફેરફાર થયો ન હોય. પાંચ વર્ષમાં સૌથી વધુ 47.55 કરોડ ચોરસમીટર 2017-18ના વર્ષમાં બદલાવ થઇ છે.

જૂની શરતમાંથી નવી શરતમાં ફેરવાયેલી અમદાવાદ જિલ્લાની 2.14 કરોડ ચોરસમીટર જમીનમાંથી સરકારને 1493 કરોડ રૂપિયાની આવક થઇ છે. સુરત જિલ્લાની 1.65 કરોડ ચોરસમીટર જમીનમાંથી સરકારને સૌથી વધુ 1774 કરોડ રૂપિયા મળ્યા છે. એવી જ રીતે રાજકોટ જિલ્લાની 1.11 કરોડ ચોરસમીટર જમીનથી 8.18 કરોડ રૂપિયાની આવક મળી છે. ગાંધીનગરની 4.00 કરોડ ચોરસમીટર જમીન જૂની શરતમાં તબદીલ થઇ છે અને સરકારને 330.085 કરોડ રૂપિયા મળ્યા છે. રાજ્યમાં ડાંગ જિલ્લો એવો છે કે જ્યાં સૌથી ઓછી 23140 ચોરસમીટર જમીન પાંચ વર્ષમાં જૂની શરતમાં ફેરવાઇ છે અને સરકારને સૌથી ઓછી 41.79 લાખ રૂપિયાની આવક થઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular