રાજ્યમાં વરસાદ બાદ અનેક ડેમ ઓવરફલો થયા છે. તાજેતરમાં જામનગરમાં ભારે વરસાદ બાદ રણજીત સાગર ડેમ ઓવરફલોનો અદ્ભુત વિડીઓ સામે આવ્યો હતો ત્યારે હવે પંચમહાલમાં વરસાદ બાદ કલોલની નદીમાં માછલીઓનો અદ્ભુત વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચેકડેમ પરથી ઓવરફ્લો થતા પાણીમાં અંદાજિત 5 થી 10 ફૂટ ઊંચે ઉછળતી માછલીઓનો ‘પાની પાની…’ ગીત મિક્સ કરેલ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.