Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયઆખું ભારત પ્રદૂષિતની શ્રેણીમાં, બોલો !

આખું ભારત પ્રદૂષિતની શ્રેણીમાં, બોલો !

WHO એ સોળ વર્ષ પછી, ગાઇડલાઇન આકરી બનાવી

- Advertisement -

પ્રદૂષણને લઇને વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે નવી એર કવોલીટી ગાઇડલાઇન જારી કરી છે. આ માર્ગદર્શિકાના હિસાબે લગભગ પૂરૂ ભારત જ પ્રદૂષિતની શ્રેણીમાં આવી ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દુનિયાને કિલન એનર્જીની દિશામાં લઇ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના હેઠળનવા માપદંડ નિશ્ર્ચિત કરવામાં આવ્યા છે. 2005 બાદ પહેલી વખત એર કવોલીટી ગાઇડલાઇનને આકરી બનાવવામાં આવી છે.

- Advertisement -

વિશ્વ સ્વાસ્થય સંગઠને દાવો કર્યો છે કે, પ્રદૂષણના કારણે જ દર વર્ષે દુનિયામાં 70 લાખ લોકોના મૃત્યુ થાય છે. સાથે જ લોકોના જીવનના કિંમતી વર્ષોને ઓછા કરે છે. ભારતમાં પ્રદૂષણની કેટલી ગંભીર સમસ્યા છે તેનો અંદાન એ વાત ઉપરથી લગાડી શકાય છે કે નવી માર્ગદર્શિકાના હિસાબે પૂરૂ ભારત પ્રદૂષિતની શ્રેણીમાં પણ હવે શહેરો યોગ્ય બેસી રહ્યા નથી. સ્વાસ્થ્ય સંગઠને ભારતને લઇને નિવેદન પણ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમુક દેશો કે જેમાં ભારત પણ સામેલ છે ત્યાં પ્રદૂષણ 2005ના માપદંડો કરતા પણ વધારે છે. નવા માપદંડો બાદ પુરૂ ભારત પ્રદૂષિતની શ્રેણીમાં આવી ગયું છે. સ્વાસ્થ્ય સંગઠને કુલ 6 પોપ્યુલેન્ટને લઇને ગાઇડલાઇન જારી કરી છે. જેમાં પીએમ, ઓઝોન, નાઇટ્રોઝન ડાયોકસાઇડ, સલ્ફર ડાયોકસાઇડ અને કાર્બન મોનોકસાઇડ સામેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular