Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયગેસનાં બાટલાનાં ભાવમાં હજૂ બ્લાસ્ટ થશે

ગેસનાં બાટલાનાં ભાવમાં હજૂ બ્લાસ્ટ થશે

સબસિડી બંધ કરી, બાટલાનો ભાવ ચાર આંકડામાં કરવા તૈયારી

- Advertisement -

- Advertisement -

મોંઘવારીની મારથી પરેશાન જનતાને આગામી સમયમાં વધારે એક ઝટકો લાગી શકે છે. ટૂંક સમયમાં જ ગ્રાહકોને રાંધણ ગેસના બાટલા માટે 1000 રૂપિયા ચુકવવા પડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર એલપીજી સિલિન્ડર ઉપર મળતી સબસીડી બંધ કરે તેવી શક્યતા છે. તેવામાં ગ્રાહકોને સિલિન્ડર માટે વધારે રૂપિયા ચુકવવા પડશે.

રિપોર્ટ અનુસાર સરકારના એક આંતરિક મુલ્યાંકનથી ખ્યાલ આવે છે કે ઉપભોક્તા એક સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી રકમ ચુકવવા માટે તૈયાર છે. આ સંદર્ભમાં સરકાર સિલિન્ડરની સબસીડીને લઈને બે વલણ અપનાવી શકે છે. પહેલું એક કે વર્તમાન સમયમાં જે વ્યવસ્થા ચાલે છે તેવી જ ચલાવવામાં ઓ. બીજામાં સરકાર માત્ર આર્થિક રીતે કમજોર ઉપભોક્તાઓને જ ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી પ્રદાન કરે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે નાણાકીય વર્ષ 2020-21મા સરકારે સબસીડીના રૂપમાં ઉપભોક્તાઓને 3559 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે ગયા વર્ષે 2019-20મા આ આંકડો 24468 કરોડ રૂપિયા હતો. આમ એક વર્ષમાં સરકારે સબસિડીમાં લગભગ 6 ગણો કાપ મુક્યો છે. વર્તમાન સમયમાં જો ઉપભોક્તાની આવક વાર્ષિક 10 લાખ રૂપિયા કે ઉપર હોય તો સિલિન્ડર સબસીડીનો લાભ મળતો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular