Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાત8500 સર્વાઈકલ PAP ટેસ્ટનો રેકોર્ડ ગુજરાત ભાજપાને

8500 સર્વાઈકલ PAP ટેસ્ટનો રેકોર્ડ ગુજરાત ભાજપાને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપા દ્વારા મેડીકલ સેલ અને મહિલા મોરચા એ સાથે મળીને 170 ડોકટરની ટીમ અને 400 જેટલા બીજા સહાયકોની ટીમ સાથે ગુજરાતમાં એક સાથે એક દિવસે મહિલાઓ સર્વાઈકલ કેન્સર ઙઅઙના ટેસ્ટ માટેનો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક જ દિવસમાં 8500 ટેસ્ટ કરવામાં આવ્યા જેનું સ્થાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને યુનાઈટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુએસએમાં મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આ રેકોર્ડ ડરબન ખાતે 2000 મહિલાઓનો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

જેમાં ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઈ ગજ્જર, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા સહિત ડોકટર સેલ અને મહિલા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular