Tuesday, December 24, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં ફરી મોદી મેનિયા

અમેરિકામાં ફરી મોદી મેનિયા

આજે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પાંચ દિગ્ગજ કંપનીના સીઇઓ સાથે કરશે મુલાકાત

- Advertisement -

પ્રધાનમંત્રી મોદી અમેરિકા પહોંચતા જ ફરી એકવાર અમેરિકામાં મોદી મેનિયા છવાઇ ગયો છે. લાંબા સમય બાદ અમેરિકા પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. તેઓ આજે પ્રવાસના પહેલા દિવસે વોશિંગ્ટનમાં પાંચ દિગ્ગજ અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓને મળશે. આ દરમિયાન તેઓ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાવસાયિક સંભાવનાઓ વિકસાવવાની વાત કરી શકે છે. વોશિંગ્ટનમાં પહોંચતાંની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટથી લઈ હોટલ સુધી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી વહેલી સવારે 3.30 વાગ્યે વોશિંગ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ પર મોદીના સ્વાગત માટે અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારીઓ પહોંચ્યા હતા. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ પણ હાજર હતા. મોદીના આગમનની ખુશીમાં 100 વધુ ભારતીય સમુદાયના લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. વરસતા વરસાદમાં લોકો એરપોર્ટથી લઈ હોટલ સુધી મોદીના સ્વાગત માટે રસ્તા ઉપર ઊભા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેઓ ગુરૂવારે સવારે 3.30 વાગ્યે વોશિંગ્ટન પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર અમેરિકી અધિકારીઓ અને ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ તેમનું સ્વાગત કર્યું. સંધુએ નમસ્તે ઞજઅ કહીને મોદીને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ભારતીય સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં મોદીને આવકારવા એરપોર્ટ પર હાજર હતા અને વોશિંગ્ટનમાં વરસાદ હોવા છતાં તેમનો ઉત્સાહ ઓછો થયો હોય એવું લાગતું ન હતું. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આમંત્રણ પર 23થી 25 સપ્ટેમ્બર 2021 સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. જોકે તેઓ 22 સપ્ટેમ્બરની સાંજે જ રવાના થયા હતા. ગયા વર્ષે જો બાઈડન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત છે. આ પહેલાં બંને નેતાઓ વચ્ચે ત્રણ વખત વર્ચ્યુઅલ મીટિંગ થઈ ગઈ છે. માર્ચમાં ક્વાડ સમિટ, એપ્રિલમાં ક્લાઈમેટ ચેન્જ સમિટ અને જૂનમાં જી-7 સમિટ દરમિયાન વર્ચ્યુઅલ મુલાકાત થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular