જામનગરના વોર્ડ નં.1ના બેડીના ખારી વિસ્તારમાં ચાંદની ચોક વાળી શેરી, ભડાણા માતમવાળી શેરી, તેમજ ખારી વિસ્તારના ગઢના સ્કુલવાળાની પાછળનો વિસ્તાર, તેમજ જડીયાપીર વાળો વિસ્તાર, ઇમામે આઝમચોક, થરી, શબીરી ચોક, ઉપરનો ટીંબો, તેમજ ખાતુને જન્નત ચોક સતારપાનવાળીની બન્ને શેરીઓ તેમજ ઇમામે આઝમ ચોક, ફારુકે આઝમ ચોક, અને હૈદરે કરાર ચોકમાં છેલ્લાં 2-3 વર્ષથી પાણી વિતરણ અનિયમિત છે અને લોકોને નળ દ્વારા પાણીની પ્રાથમિક સુવિધા પણ મળી શક્તિ નથી. ઉપરાંત પાણી વિતરણ સમયે ગટરના પાણીના કારણે ઇકબાલ ચોક, શેરે આઝાદ ચોક થી ગઢ વાળી સ્કૂલ તરફ તથા મહેબૂબશા ચોક, મચ્છી પીઠ અને થરી વિસ્તારમાં એકથી દોઢ ફૂટ જેટલાં પાણી ભરાયેલાં રહેવાને કારણે આરોગ્ય અને સુખાકારીની મોટી સમસ્યા સર્જાય છે.
આ સમસ્યા પાછળ પાણી વિતરણની વ્યવસ્થામાં ખામીના કારણે લોકોને નિયમિત પીવાનું પાણી મળતું નથી. તેમજ અમુક વિસ્તારોમાં ભુર્ગભ ગટરના અણધણ આયોજનના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઇ જવાથી લોકોની હાલત કફોડી બની જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કોર્પોરેટર એડવોકેટ નૂરમામદ પલેજા દ્વારા મ્યૂ.કમિશનર વિજય ખરાડીને લેખિત અરજી કરવામાં આવી હતી.