Wednesday, December 25, 2024
Homeરાજ્યજામજોધપુર-લાલપુર વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલ નુકસાની માટે સહાય કરવા માગ

જામજોધપુર-લાલપુર વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલ નુકસાની માટે સહાય કરવા માગ

ખેડૂતોના ગોડાઉનો વિજળી-જણસીને નુકસાનથી કફોડી હાલત : ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા

- Advertisement -

જામજોધપુર-લાલપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલ અતિવૃષ્ટિથી ખેડૂતોનો ઉભો પાક નાશ પામેલ છે. સાથે સાથે જમીનનું ધોવાણ થયું હોય, ખેતરમાં બનાવેલ ઓરડી પડી ગઇ છે, પાણીના ટાંકા તણાયા, માલ ભરવાના ગોડાઉન ક્ષતિગ્રસ્ત થયા, ગોડાઉનમાં સંગ્રહ કરેલ જણસીનો નાશ થયો છે, સડી ગયો છે. વર્ષોથી મહેનત કરી થયેલ કૂવા બુરાઇ ગયા, વિજળીકરણ માટે ઉભા કરાયેલા ઇલેકટ્રીક થાંભલા તણાઇ ગયા છે. ઉપરાંત ઘણા ગ્રામજનો તથા ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. આ બધી બાબતનો સર્વે કરી આવી વિકટ પરિસ્થિતિમાં સરકાર સહાય કરે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જામજોધપુર વિસ્તારના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ માગ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular