Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં સિંહોના અકાળે મૃત્યુ કેમ થાય છે ?!: રેલવે તંત્રને ત્રાડ સંભળાવતી...

ગુજરાતમાં સિંહોના અકાળે મૃત્યુ કેમ થાય છે ?!: રેલવે તંત્રને ત્રાડ સંભળાવતી હાઇકોર્ટ

સિંહોના ઘરમાં મોટી રેલવે લાઇન પાથરવાની યોજના ચિંતાનો વિષય લેખાવી શકાય

- Advertisement -

ગુજરાતમાં સિંહોના અકાળે મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેટલાક આદેશો કર્યા છે. ભૂતકાળમાં ટ્રેનની અડફેટે અથવા તો વાયરિંગના કારણે સિંહોના મોતની ઘટના જોવા મળી હતી તે સંદર્ભમાં ગીર અભયારણ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને વિગતો રજૂ કરવા હાઇકોર્ટનો રેલવે મંત્રાલયને આદેશ કર્યો છે. જેમાં ટ્રેનની અડફેટે આવવાથી કેટલા સિંહોના મોત થયા તેની વિગતો રજૂ કરવા ઉપરાંત ગીર અભયારણ્યમાં ચાલતી ટ્રેનોની વિગતો રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે. જ્યારે રેલવે લાઇનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવા અંગેની પ્રપોઝલ મામલે પણ વિગતો રજૂ કરવાનો કેન્દ્રીય રેલવે મંત્રાલયને 12 ઓકટોબર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ સિવાય કોર્ટે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ રેલવે લાઇનના વન્ય જીવ સૃષ્ટિ અને સિંહો પર પડતી અસરો બાબતે પણ કોર્ટે વિગતો રજૂ કરવા હુકમ કર્યો છે. તો બીજી તરફ રેલવે લાઇનને બ્રોડગેજ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી નહીં હોવાનો કોર્ટમાં ખુલાસો થયો છે. ગીર અભયારણ્યમાંથી પસાર થનારી રેલવે લાઇન, ઓઇલ અને ગેસની પાઇપલાઇન તેમજ ઇલેકટ્રીક થાંભલાઓ નાખવા અંગેની પ્રપોઝલ્સથી વન્ય સૃષ્ટિ અને સિંહોને નુકસાન થશે તેવો કોર્ટ મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular