Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયહવે ભારતમાં પણ બનશે ઇલેકટ્રિક હાઇ-વે : ગડકરીની જાહેરાત

હવે ભારતમાં પણ બનશે ઇલેકટ્રિક હાઇ-વે : ગડકરીની જાહેરાત

દિલ્હી-જયપુર વચ્ચે બનશે પ્રથમ 200 કિલોમીટર લાંબો ઇ-હાઇવે : ઇલેકટ્રિક ટ્રેનની જેમ વાયરને ટચ કરીને દોડશે વાહનો

- Advertisement -

ટૂંક સમયમાં જ દેશને પ્રથમ ઈલેક્ટ્રિક હાઈવે મળી શકે છે. સરકાર દિલ્હીથી જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનના દૌસામાં હાલમાં જ એની ઘોષણા કરી હતી. આ હાઈવે પર તમામ ઈલેક્ટ્રિક વાહન જ ચાલશે. એનાથી પૈસા પણ બચશે અને પ્રદૂષણ પણ ઘટશે. કેન્દ્રીય મંત્રીની આ ઘોષણાને દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના માર્ગમાં મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.

સરળ ભાષામાં સમજીએ તો એવો હાઈવે, જેના પર ઈલેક્ટ્રિક વાહન ચાલતા હોય. તમે ટ્રેન પર એક ઈલેક્ટ્રિક વાયર જોયો હશે. ટ્રેનના એન્જિનથી આ વાયર એક આર્મ દ્વારા કનેક્ટ થાય છે, જેનાથી સમગ્ર ટ્રેનને ઈલેક્ટ્રિસિટી મળે છે. આ રીતે હાઈવે પર પણ ઈલેક્ટ્રિક વાયર લગાવવામાં આવશે. હાઈવે પર ચાલનારાં વાહનોને આ વાયર્સથી ઈલેક્ટ્રિસિટી મળશે. એને જ ઈ-હાઈવે એટલે કે ઈલેક્ટ્રિક હાઈવે કહેવામાં આવે છે. આ હાઈવે પર ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે થોડા-થોડા અંતરે ચાર્જિંગ પોઈન્ટ પણ હશે. નીતિન ગડકરી કહે છે કે દેશનો પ્રથમ ઈ-હાઈવે દિલ્હી અને જયપુર વચ્ચે બનાવવામાં આવશે. 200 કિમી લાંબા આ હાઈવેને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે જ એક નવી લેન પર બનાવવામાં આવશે. આ લેન સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક હશે અને એમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનો જ ચાલશે. સરકાર તેના માટે સ્વીડનની કંપનીઓ સાથે વાત કરી રહી છે. સંપૂર્ણપણે તૈયાર થયા પછી એ દેશનો પ્રથમ ઈ-હાઈવે બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular