કોરોના મહામારીને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021)ની યાત્રા 2 મેના રોજ અટકી ગઈ હતી. હવે 140 દિવસના વિરામ બાદ UAEમાં આ ટુર્નામેન્ટ પૂરી કરવામાં આવશે. આઈપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆત દુબઈમાં રવિવારથી શરૂ થઈ રહી છે. પહેલા દિવસે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલાથી આઈપીએલ ના ફેઝ-2 નો પ્રારંભ થશે.
ભારતીય સમય અનુસાર આજે સાંજે 7:30 થી મેચ નો પ્રારંભથશે. આ મેચમાં બંને ટીમો માટે ઘણું બધું દાવ પર હશે. જો ચેન્નઈની ટીમ જીતે તો તે પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સને પાછળ છોડીને નંબર-1 પર આવશે.
અત્યારે દિલ્હીના 12 પોઈન્ટ અને ચેન્નાઈના 10 પોઈન્ટ છે. ચેન્નાઈનો નેટ રન રેટ દિલ્હી કરતા સારો છે, એટલા જ પોઈન્ટ સાથે તે દિલ્હીથી આગળ નીકળી જશે. સાથે જ મુંબઈની ટીમ જીતની સ્થિતિમાં ચોથાથી ત્રીજા સ્થાને પહોંચી જશે. મુંબઈના હાલ 8 પોઈન્ટ છે.