ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં જન્મ દિવસ નિમિતે અને ગરીબોની બેલી સરકારનાં કાર્યક્રમ અંતર્ગત આજે દ્વારકા તાલુકામાં 3312 લાભાર્થીઓને જુદી જુદી યોજના હેઠળ સહાય આપવામાં આવી હતી.
દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન કેરનાં અધ્યક્ષ પદે આજે દ્વારકાના આહીર સમાજની વાડી ખાતે ગરીબોની બેલી સરકારનાં કાર્યક્રમ અંતર્ગત સરકારની જુદી જુદી યોજનાનાં ભાગરૂપે લાભાર્થીઓને સહાય,ચેક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગરીબ લોકોને ગેસ કનેકશન, મુખ્ય મંત્રી બાળ સેવા અંતર્ગત, વિધવા સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપ વિધવા સ્ત્રીઓને ચેક અને પ્રમાણ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન કેર અને દ્વારકા, દ્વારકા ટી.ડી.ઓ.કિશોરભાઈ શેરઠીયા અને દ્વારકા તાલુકાની મહિલાઓ અને આંગળવાડી ની બહેનો હાજર રહ્યા હતા.