રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૯.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૪૭.૦૯ સામે ૫૮૩૫૪.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૭૨.૮૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૪.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૬.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૭૨૩.૨૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૮૪.૯૫ સામે ૧૭૪૦૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૮૦.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૦.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૩૫.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણની ત્રીજી લહેરની હાલ તુરત ચિંતા નહિંવત રહેતાં અને દેશમાં ઉદ્યોગો, બિઝનેસ પ્રવૃતિમાં રોજબરોજ થઈ રહેલા વધારાની પોઝિટીવ અસર અને કેન્દ્રની મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસ માટે ઉદારીકરણના પગલાં લેવાતાં રહી આગામી દિવસોમાં વધુ પ્રોત્સાહનો – રાહતો જાહેર કરવામાં આવે એવી શકયતા વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ઘટાડાને બ્રેક લગાવી ઐતિહાસિક તેજી કરી હતી. આ સાથે ફંડોની સતત લેવાલીએ મિડ કેપ ઇન્ડેકસે પણ વિક્રમી ઊંચાઈ નોંધાવી હતી.
વૈશ્વિક મોરચે ચાઈનામાં કોરોનાના ડેલ્ટા સંક્રમણને લઈ અમુક શહેરોમાં ફરી લોકડાઉન લાદવામાં આવ્યાના અને અમેરિકા સહિતના દેશોના અર્થતંત્ર પર ડેલ્ટા સંક્રમણની માઠી અસર પડી રહ્યાના અહેવાલ સાથે વૈશ્વિક શેરબજારોમાં સાવચેતી સામે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી. ટેલિકોમ, યુટિલિટીઝ અને પાવર શેરોમાં ફંડોની તેજીએ BSE સેન્સેક્સે ૫૮૭૭૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૫૪૫ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, યુટિલિટીઝ, પાવર, ટેક, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઈન્ડસ્ટ્રિયલ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૬ અને વધનારની સંખ્યા ૨૦૫૫ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર ઐતિહાસિક અવિરત તેજીમાં નવા શિખરો સર કરી રહ્યું છે. તેજીના આ ટ્રેન્ડમાં અત્યાર સુધી દરેક નેગેટીવ પરિબળોને અવગણીને નિરંતર વિક્રમી તેજી સાથે BSE સેન્સેક્સની ૫૯,૦૦૦ તરફ અને નિફટી ફ્યુચર ૧૮,૦૦૦ તરફની કૂચ જારી રાખી છે. ભારતીય અર્થતંત્ર કોરોનાની ગંભીર અસરનો સામનો કરી રહ્યું હોવા છતાં વૈશ્વિક રોકાણકારો ભારતમાં રોકાણ કરવા ઉત્સાહ ધરાવી રહ્યા છે. ડેલોઈટ દ્વારા વૈશ્વિક સ્તરના ૧૨૦૦ જેટલા વેપાર આગેવાનોના હાથ ધરાયેલા સર્વમાંથી ૪૪%એ ભારતમાં વધુ રોકાણ કરવા અથવા પ્રથમ વખત રોકાણ કરવાની પોતાની યોજના હોવાનું જણાવ્યું હતું.
પ્રથમ વખત થનારા ઈન્વેસ્ટમેન્ટમાંથી અંદાજે ૬૫% ઈન્વેસ્ટમેન્ટ આગામી બે વર્ષમાં જોવા મળવાની અપેક્ષા છે. અમેરિકામાં રોજગારીમાં નબળી પડેલી વૃદ્વિએ યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસ ટેપરિંગ હાલ તુરત નહીં કરવાના આપેલા સંકેતે વૈશ્વિક ફંડોનો રોકાણ પ્રવાહ હાલ તુરત ભારત સહિતના ઊંચુ વળતર આપવા અને પાછલા એક વર્ષમાં સેન્સેક્સમાં અંદાજીત ૪૯%નું વળતર આપનારા અને હજુ વિક્રમી નવી ઊંચાઈને આંબી રહેલા બજારોમાં વહેતો રહેવાની શકયતા છે. આ તેજી સાથે ઘણી કંપનીઓનું આગામી દિવસોમાં રીરેટીંગ થવાની પૂરી શકયતાએ ફંડોએનું પસંદગીના સારા ફંડામેન્ટલ ધરાવતાં શેરોમાં રોકાણ વધવાની શકયતા જોવાઈ રહી છે.
તા.૧૬.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૫.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૫૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૩૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૫૦૫ પોઈન્ટ થી ૧૭૪૭૪ પોઈન્ટ ૧૭૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૫.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૬૯૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૧૭૦ પોઈન્ટના પ્રથમ અને ૩૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૮૮૮ પોઈન્ટ થી ૩૬૮૦૮ પોઈન્ટ, ૩૬૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- હીરો મોટોકોર્પ ( ૨૮૭૯ ) :- 2/3 વ્હીલર્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૨૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૦૯ થી રૂ.૨૯૧૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ગોદરેજ પ્રોપર્ટી ( ૧૬૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૧૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૦૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૫૩ થી રૂ.૧૬૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા સ્ટીલ ( ૧૪૫૯ ) :- રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ ના બીજા સપોર્ટથી આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- સન ફાર્મા ( ૭૮૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત પેટ્રો ( ૪૯૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઇનરી / પેટ્રો – પ્રોડક્ટ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૦૩ થી રૂ.૫૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ટાઈટન લિમિટેડ ( ૨૧૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૯૭ થી રૂ.૨૦૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- HDFC બેન્ક ( ૧૫૫૦ ) :- રૂ.૧૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- લુપિન લિમિટેડ ( ૯૯૨ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૭ થી રૂ.૯૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- વિપ્રો લિમિટેડ ( ૬૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૮૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૬૩ થી રૂ.૬૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- કેડિલા હેલ્થકેર ( ૫૬૫ ) :- રૂ.૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૯૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૪૭ થી રૂ.૫૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )