ઓગષ્ટમાં જથ્થાબંધ મોંઘવારીનો આંક વધીને 11.39 ટકા રહ્યો છે. સરકારી આંકડા અનુસાર,ઓગષ્ટમાં ઈંધણની કિંમતોમાં જનતાને પરેશાન કરનારો 26.09 ટકાનો મોટો વધારો તેમજ ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં 11.39 ટકાની વૃદ્ધિ થતાં જથ્થાબંધ ફુગાવો જુલાઈ માસના 11.16 ટકાની તુલનાએ ઓગષ્ટમાં થોડો વધ્યો છે. ઓગષ્ટમાં, જો કે,ખાણીપીણીનો સામાન 1.29 ટકા સસ્તો થયો છે. દાળ(9.41 ટકા) અને ડુંગળી(62.78 ટકા)ને બાદ કરતાં ખાવાપીવાની અન્ય વસ્તુઓમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ઓગષ્ટમાં છૂટક મોંઘવારી 5.59 ટકાથી ઘટીને 5.30 ટકા નોંધાઈ છે.ડુંગળીની કિંમતોમાં વધારો જનતા માટે મુશ્કેલીજનક રહ્યો છે. બીજી તરફ બટાટા(માઈનસ 39.81 ટકા) અને શાકભાજી(માઈનસ 13.39 ટકા)ના જથ્થાબંધ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો પણ છે. ઓગષ્ટમાં પેટ્રોલના ભાવ ક્મરતોડ રહ્યા અને તેમાં 61.53 ટકા ઉછાળો નોંધાયો.જથ્થાબંધ ફુગાવો વધતો રહેવાથી આમ આદમીના બજેટ પર અસર થાય છે તો કંપનીઓ પર પણ દબાણ વધે છે.