કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થગિત રહેતી દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની NEET 2021 પરીક્ષા રવિવારે દેશભરમાં યોજાઇ હતી. કેટલાક મીડિયા દ્વારા NEET 2021નું પેપર લીક થઇ ગયું હોવાના અહેવાલો પ્રસારિત થતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનઆઇએ)એ NEET 2021માં કોઇ પેપર લીક અથવા સિક્યુરિટી બ્રેક થઇ હોવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે વિદ્યાર્થીઓએ એનટીએના દાવા સામે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોઇપણ પ્રકારની તપાસ વિના જ મામલાને દબાવી દીધો છે. ટ્વિટર પર CBIforNTA, OperationNEET હોટ ટ્રેન્ડમાં આવી ગયાં હતાં.
નીટ આપી રહેલા વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન 2021માં આચરાયેલા કૌભાંડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ઇજનેરીના વિદ્યાર્થીને જેઇઇ પસાર કરવા માટે ચાર ટ્રાયલની તક મળે છે જ્યારે મેડિકલ અભ્યાસક્રમોમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ફક્ત એક જ તક મળે છે તેથી પરીક્ષા પારદર્શકતાથી યોજાવીઔજોઇએ. વિદ્યાર્થીઓએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, નીટએ પુરાવા વિના માનવા તૈયાર નથી કે નીટના પેપર લીક થઇ ગયાં છે.
તામિલનાડુમાં નીટની પરીક્ષા શરૃ થાય તે પહેલાં જ 19 વર્ષીય વિદ્યાર્થી એસ. ધનુષે આત્મહત્યા કરી લીધી હતી. તેને ભય હતો કે તે પરીક્ષામાં નાપાસ થશે. પોલીસે જણાવ્યું હતું કે, અમને કોઇ સુસાઇડનોટ મળી નથી પરંતુ સાંયોગિક પુરાવા આત્મહત્યા તરફ ઇશારો કરી રહ્યાં છે. વિદ્યાર્થીના માતાપિતા તેના પર મેડિકલ અભ્યાસક્રમમાં જોડાવા દબાણ કરી રહ્યાં હતાં.
NEETની પરિક્ષા: પેપર લીકનો વિવાદ આગળ વધશે ? કે, પૂરો થયો ?!
ટવીટર પર #CBIforNTA અને#Operation NEET ટે્રન્ડ: CBI તપાસની માગ થઇ