ટીવી સ્ક્રીન પર ગઇકાલે રવિવારે બપોરે બરાબર ચાર વાગ્યા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે ભાજપે અમદાવાદના ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યાના બેકિંગ ન્યૂઝ જોઇ-સાંભળીને સૌથી વધુ રાજીપો બ્યૂરોક્રેટૂસને થયો છે. શનિવારની બપોરે રૂપાણીના રાજીનામા બાદ આઇએએસ-આઇપીએસ સહિતના અધિકારીઓમાં નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ આવ્યા તો તકલીફો વધશે એવી દહેશત હતી. જો કે, પાંચ વર્ષ પહેલાંની જેમ મુખ્યમંત્રી તરીકે સાવ શીખાઉનું નામ જાહેર થતા રાજયના સેક્રેટરીટથી લઇને કલેકટોરેટ સુધીના વહિવટી તંત્રમાં આનંદ વ્યાપ્યો છે.જો કે, તેમની નીચેના કર્મચારીઓમાં ગુજરાતમાં પહેલેથી જ વકરેલું અધિકારી રાજ વધુ મજબૂત થશે એવી માન્યતા દઢ થઇ છે.