જામનગર તાલુકાના બાળા ગામમાં રહેતાં યુવાને કોઇ કારણસર લીમડાની ઝાડની ડાળીમાં ગળેફાંસો ખાઇ જીંદગી ટૂકાવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના બાળા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરતાં ભાવસિંહ નગરીયાભાઇ ભીલ(ઉ.વ.26)નામના યુવાને તેની વાડીના શેઢે આવેલાં લિમડાની ઝાડની ડાળીમાં ગમછા વડે ગળેફાંસો આઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને બેશુધ્ધ હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે સાથિયાભાઇ દ્વારા જાણ કરતાં હેકો.એચ.બી.પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથધરી હતી.
જામનગર તાલુકાના બાળામાં આદિવાસી યુવાનની આત્મહત્યા
વાડીના શેઢે લિમડાની ડાળીમાં ગળેફાંસો ખાઇ જીવતર ટૂકાવ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી


