Thursday, December 26, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજાર જોખમી તબક્કામાં...!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા...!!!

ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. આર્થિક મોરચે ભારત દ્વારા આર્થિક વિકાસ પર ફોક્સ વધારવામાં આવતાં અને વૈશ્વિક મોરચે ચાઈનાના અમેરિકા, યુરોપના દેશો સાથેના વેપારમાં મોટી વૃદ્વિએ વૈશ્વિક વેપાર વધી રહ્યાના આંકડાએ વૈશ્વિક બજારોની મજબૂતી સામે કોરોના સંક્રમણની ત્રીજી લહેર કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં આવી ગઈ હોઈ ફરી લોકડાઉન સહિતના પગલાંની સરકારોની ચેતવણી અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવા જીઓપોલિટીકલ ટેન્શન તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે સામાન્ય મજબૂતી જોવાઈ હતી.

ભારતમાં કોરોના સંક્રમણ હાલ અંકુશમાં હોવા છતાં હજુ ત્રીજી લહેરની દહેશત હોવા સાથે દેશના કેટલાક ભાગોમાં ચોમાસાની પ્રગતિ મંદ હોવાથી ચિંતા સાથે અફઘાનિસ્તાન મામલે નિકાસમાં મોટો ફટકો પડવાના  ચિંતાએ આગામી દિવસોમાં મોટા આર્થિક પડકારોનો સામનો કરવો પડે એવા સંકેતે ફંડો, ખેલંદાઓએ ઈન્ડેક્સ બેઝડ તેજીનો મોટો વેપાર ઊભો નહીં રાખી સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય અર્થવ્યવસ્થાએ એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળામાં ૨૦.૧%નો રેકોર્ડ જીડીપી ગ્રોથ નોંધવ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ વિકાસદરના આંકડા પ્રોત્સાહક અને આશાસ્પદ દેખાય છે પરંતુ નક્કર વાસ્તવિકથી જોજનો દૂર હોવાનું પ્રતિત થાય છે. કોરોના મહામારી પહેલા જ ભારતીય અર્થતંત્રના વિકાસની ગતિ ધીમી પડી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે, અભૂતપૂર્વ મહામારીના કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના જૂન ક્વાર્ટરમાં ભારતના વિકાસદરમાં ૨૪%નો ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો કારણ કે તે સમયે સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન હતુ.

- Advertisement -

વર્તમાન નાણાકીય ૨૦૨૧-૨૨ના  જુન ત્રિમાસિક ગાળાના દેશના આર્થિક વિકાસ દરના આંક વાર્ષિક ધોરણે ૨૦.૧૦% ઊંચા આવ્યા છે. પરંતુ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના જુન ત્રિમાસિક એટલે કે કોરોના પહેલાના વર્ષની સરખામણીએ વર્તમાન વર્ષના જુન ત્રિમાસિકના આંક ૯.૨૦% નીચા છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં આર્થિક પ્રવૃત્તિ તળિયે ગઈ હતી અને આર્થિક વિકાસ દર ૨૪ % જેટલો ઘટી ગયો હતો તેને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષના જુનના આંક ઊંચા રહેશે તે અપેક્ષિત હતું. માર્ચ ૨૦૨૧ના ત્રિમાસિકના ગાળાની સરખામણીએ જુન ત્રિમાસિકના જીડીપીમાં ૧૬.૯૦%નું સંકોચન જોવાયું હતું. આમ વર્તમાન નાણાં વર્ષના જુન ત્રિમાસિક ગાળાના ૨૦%નો આર્થિક વિકાસ દર ગયા વર્ષના નીચા સ્તરને કારણે થયો છે.

દેશનો આર્થિક વિકાસ દરનો આધાર ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના આઉટપુટ પર નહીં પરંતુ માગ તથા કન્ઝયૂમર કોન્ફીડેન્સ પર આધાર રાખે છે. જ્યાં સુધી માંગમાં સ્થિર વૃદ્ધિ જોવા નહીં મળે ત્યાંસુધી જીડીપીમાં મજબૂત વધારો જોવા મળવાની શકયતા નહિવત છે. જુનમાં જીડીપીમાં વધારો થવા પાછળનું એક કારણ અગાઉની બાકી પડેલી માંગ ફરી નીકળી હતી તે રહ્યું હતું. એક વખત આ માંગ પૂરી થવા સાથે તેની સીધી અસર ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર પર જોવા મળતા સમય નહીં લાગે. ઉપરાંત દેશમાં બિઝનેસ સેન્ટિમેન્ટસ અને કન્ઝયૂમર સેન્ટિમેન્ટસ વચ્ચે વ્યાપક અંતર જોવા મળી રહ્યું છે. તાજેતરના મહિનામાં બિઝનેસ સેન્ટિમેન્ટસમાં વધારો થયો છે, પરંતુ ઉપભોગતાઓનું માનસ હજુ પણ નબળું રહ્યું છે. કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો હાલ ટળ્યો નથી. કેરળમાં કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણથી ચિંતા વધી રહી છે અને પ્રતિબંધોમાં આપેલી છુટછાટ ક્યાંક ભારે ન પડે તેવી દહેશત હજુ યથાવત છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, ભારતને સતાવતો સૌથી મોટો પ્રશ્ન બેરોજગારી અને મોંઘવારી છે. પેટ્રોલ-ડિઝલના ઊંચે જઈ રહેલા ભાવ સરકારની ચિંતામાં  વધારો કરાવી  રહ્યા છે. રિઝર્વ બેન્કે પોતાની છેલ્લી બેઠકમાં રેપો રેટમાં ફેરબદલ કરવાનું  ટાળ્યું હતું. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ  નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે  મુખ્ય વ્યાજ દર  યથાવત રાખ્યા હતા. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિએ તેની સતત સાતમી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરબદલ કર્યો નહોતા. અર્થતંત્રને ટેકો આપવા ૨૦૧૯ના ફેબુ્રઆરીથી  રિઝર્વ બેન્કે રેપો રેટમાં કુલ ૨૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ઉપભોગ માગ વધારવા ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા રેપો રેટ નીચા રખાઈ રહ્યા છે.

અમેરિકન ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષમાં જ પોતાના માસિક બોન્ડ ખરીદી કાર્યક્રમ પર કાપ મૂકવા ધારે છે એમ તેના ચેરમેન જેરોમ પોવેલે સંકેત આપી દીધા જો કે ત્યારબાદ વ્યાજ દરમાં વધારો કરવામાં કોઈ ઉતાવળ નહીં કરાય તેવું  પણ તેમનું નિવેદન આવ્યું છે. કોરોનાને કારણે અર્થતંત્ર પર પડેલી અસરને હળવી કરવા અમેરિકન ફેડરલ રિઝર્વ બોન્ડની ખરીદી કરી દર મહિને નાણાં વ્યવસ્થામાં ૧૨૦ અબજ ડોલર ઠાલવે છે, પરંતુ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા રાહત કાર્યક્રમ પાછા ખેંચવાની સ્થિતિમાં એફપીઆઈ દેશમાંથી નાણાં પાછા ખેંચવાનું ચાલુ કરે તો તેની સીધી અસર ભારતીય શેરબજાર પર અસર જોવાશે

કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય શેરબજારે અભૂતપૂર્વ પ્રદર્શન કરી સતત નવી ઐતિહાસિક ઉંચાઇ નોંધાવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં થઈ રહેલી અવિરત ખરીદીએ ગત સપ્તાહમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી. વિશ્વભરમાં વિવિધ દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોઈ સામે ભારતમાં ચોમાસાની દેશમાં સારી પ્રગતિ છતાં કોરોના સંક્રમણમાં બીજી લહેર બાદ ફરી ત્રીજી લહેરની ચિંતા વધવા લાગતાં ફોરેન ફંડો ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે.

કોરોનાના પરિબળની સાથે હાલ ફુગાવો-મોંઘવારીનું પરિબળ પણ નેગેટીવ બની રહ્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી રહ્યા હોવા સાથે પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા નવી વિક્રમી ઊંચાઈએ પ્રવર્તતા ભાવોથી મોંઘવારીમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં લેતાં આગામી દિવસો ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૩૭૧ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૨૦૨ પોઇન્ટના પ્રથમ અને ૧૭૦૭૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૪૦૪ પોઇન્ટથી ૧૭૪૩૪ પોઇન્ટ, ૧૭૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૭૭૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૩૬૦૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૯૦૯ પોઇન્ટથી ૩૭૦૭૭ પોઇન્ટ, ૩૭૩૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૩૦૩  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) રેલીઝ ઈન્ડિયા ( ૨૯૪ ) :- અગ્રોકેમીકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) નોસિલ લિમિટેડ ( ૨૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૯૪ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) રેઈન ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૨ ) :- રૂ.૨૩૨ નો પ્રથમ તેમજ રૂ.૨૧૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) સેક્વન્ટ સાયન્ટિફિક ( ૨૩૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) એસ્ટર ડીએમ હેલ્થકેર ( ૨૨૯ ) :- રૂ.૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના સ્ટોગ સપોર્ટથી હેલ્થકેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૭ થી રૂ.૨૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) એસ્ટ્રા માઈક્રોવેવ ( ૧૭૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૫ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૩ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

)  NRB બેરિંગ્સ ( ૧૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ  ઇન્ડસ્ટ્રીયલ મશીનરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૨ આસપાસ રોકાણકારે રૂ.૧૪૮ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૨૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) લાર્સન એન્ડ ટૂબ્રો લિ. ( ૧૬૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! કન્સ્ટ્રકશન અને ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૬૯૪ થી રૂ.૧૭૦૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ટાટા સ્ટીલ ( ૧૪૪૯ ) :- આ સ્ટોક રૂ.૧૪૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૭૩ થી રૂ.૧૫૦૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) HCL ટેક્નોલોજી ( ૧૨૦૦ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૧૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૨ થી રૂ.૧૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ACC લિમિટેડ ( ૨૪૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૯૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૫૧૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૪૩૩ થી રૂ.૨૪૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૨૫ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટેક મહિન્દ્ર ( ૧૪૩૬ ) :- રૂ.૧૪૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૦૭ થી રૂ.૧૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૦૭ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૭૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) પ્રીકોલ લિમિટેડ ( ૯૨ ) :- ઓટો પાર્ટ્સ & ઇક્વિપમેન્ટ  સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) મેજેસ્કો લિમિટેડ ( ૮૮ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્નોલોજી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૫ થી રૂ.૧૦૨ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) સુવેન લાઈફ સાયન્સીસ લિ. ( ૮૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩ નો પ્રથમ તેમજ રૂ.૬૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્સટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) NCC લિ. ( ૭૮ ) :- રૂ.૭૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૮૩ થી રૂ.૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૨૦૨ થી ૧૭૪૭૪ પોઈન્ટ ધ્યાને લેશો

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular