કાલાવડ તાલુકાના ભગેડી ગામના સીમ વિસ્તારમાં રહેતા પ્રૌઢને છાતીમાં દુ:ખાવો થવાથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભગેડી ગામાં રહેતા દેવશી વાલા મકવાણા (ઉ.વ.55) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વિનેશ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડના ભગેડીમાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
છાતીમાં દુ:ખાવો ઉપડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી