કોરોનાની થડે વેવના ભણકારા વચ્ચે રાજ્યના આરોગ્ય કમિશનરે દરેક જિલ્લામાં હજી સુધી વેક્સિન નહિ લેનારા નાગરિકોને શોધીને રસી આપવા આદશ કર્યા છે. જો કે, વિતેલા પાંચ દિવસને અંતે શુક્રવારે આ પ્રકારના 1.26 કરોડમાંથી માંડ 12,29,225 નાગરિકોએ જ પહેલો ડોઝ મકાવ્યો છે. ગુજરાતમાં કોરોના સામે રસીકરણના અભિયાનમાં 237 દિવસને અંતે હજુ પણ 1 કરોડ 13 લાખ 41 હજાર 34 નાગરિકો સુધી વેક્સિન પહોંચી નથી. ગુજરાતમાં 18 વષેથી ઉપરના 4 કરોડ 93 લાખ 20 હજાર 903 નાગરિક વેક્સિનને પાત્ર છે. તેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 79 લાખ 39 હજાર 396 નાગરિકોમાં પાંચ કરોડ 18 લાખ 80 હજાર 420 વેક્સિનના ડોઝનું વિતરણ થયું છે. જે પૈકો એક કરોડ 39 લાખ 41 હજાર 34ને બંને ડોઝનું કવચ મળી ચૂક્યુ છે. શુક્રવારે રાજ્યમાં વધુ 5,05,001 ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 4પથી ઉપરના વયજૂથમાં 1.54 કરોડમાંથી 88.61 લાખ નાગરિકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. જ્યારે 18થી 4પના વયજૂથમાં ત્રણ કરોડની વસ્તી સામે 2.05 કરોડથી વધુનું રસીકરણ થયું છે. જો કે, વેક્સિનેશન માટે યુવાનોને સૌથી છેલ્લે આવરી લેવાતા અત્યાર સુધીમાં માત્ર 33.97 લાખને જ બંને ડોઝ મળ્યા છે.
જામનગર શહેરમાં રસીકરણ
પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 3,94,321
બન્ને ડોઝ લેનારની સંખ્યા 1,75,251
અત્યાર સુધીના કુલ ડોઝ 5,69,572