દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે જિલ્લા એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત રણજીતપુર ગામનો હેમત નથુ કાંબરીયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક લાભ માટે નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાની ચોક્કસ બાતમી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ આહિર તથા લખનભાઈ પિંડારિયાને મળતા આ સ્થળે જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે હેમત નથુ કાંબરીયા, રાજશી જેઠા કાંબરીયા, નારણ રામભાઈ કાંબરીયા, ગોવિંદ જેઠાભાઈ કાંબરીયા, હરીશ દેવજી રાઠોડ, કાના માલદે ભોચિયા અને પીઠા ભીખા આંબલીયા નામના કુલ સાત શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા. 47,250 રોકડા તથા રૂા.10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ ફોન ઉપરાંત રૂા.30 હજારની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂા. 87,750 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ જે.એમ. ચાવડાની સુચના મુજબ પીએસઆઈ એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, સાથે સ્ટાફના સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ ચાવડા, દેવશીભાઈ ગોજીયા, કેશુરભાઈ ભાટીયા, નરસીભાઈ સોનગરા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા અને વિશ્ર્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


