ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા બેટિંગ ફરી શરૂ થઈ છે. હાલમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથાવત રહેશે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમા સૌથી વધુ ગીર સોમનાથના સુત્રપાડામાં 9.7 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, મહિસાગર, અરવલ્લી, ભાવનગરમાં 3થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે ગઉછઋ અને જઉછઋની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ઈંખઉના અધિકારીએ જણાવ્યું છે કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ 5ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે ગઉછઋ અને જઉછઋની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં અત્યાર સુધીમાં 249 મિમી ( 56.18 ટકા), ઉત્તર ગુજરાતમાં 325 મિમી ( 44.93 ટકા), મધ્ય ગુજરાતમાં 388 મિમી (48.12 ટકા), સૌરાષ્ટ્રમાં 426 મિમી ( 60.87), જ્યારે દક્ષિણ ગુજરાતમાં 443.31 મિમી ( 52.78 ટકા) વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં અત્યારસુધી સીઝનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં સીઝનનો કુલ 474.68 મિમી (56.51 ટકા) વરસાદ થયો છે.
રાજયના 226 તાલુકામાં 1 થી 10 ઇંચ વરસાદ
ગીર સોમનાથના સૂત્રાપાડામાં બારે મેઘ ખાંગા 10 ઇંચ વરસાદ ખાબકયો : સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ : અનેક જળાશયોમાં આવ્યા નવા નીર


