Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૭૯.૪૮ સામે ૫૮૩૫૦.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૯૨૪.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૮.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૫૦.૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૭૫.૮૦ સામે ૧૭૩૯૭.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૭૬.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૮૬.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક તેમજ સ્થાનિક સાનુકૂળ અહેવાલો પાછળ સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે ચાઈનાના અમેરિકા, યુરોપીય દેશોની માંગને પરિણામે નિકાસ-આયાત વેપારમાં ઝડપી વૃદ્વિના આંકડા અને કોરોના સંક્રમણ એશીયાના દેશોમાં ઘટી રહ્યાના અહેવાલ સાથે એશીયાના દેશોના બજારોમાં તેજીની રાહે આજે ભારતીય શેરબજારમાં  તેજી જોવા મળી હતી.

- Advertisement -

ભારતમાં કોરોના સંક્રમણ એકંદર કાબૂમાં હોવાના અને  ચોમાસાની સારી પ્રગતિ સાથે અર્થતંત્રની વૃદ્વિ ફરી વેગ પકડી રહ્યાના પોઝિટીવ પરિબળ તેમ જ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સાઉદી અરેબિયા દ્વારા કિંમતમાં ઘટાડાની પોઝિટીવ અસરે ભાવ ઘટતાં ફંડોની આજે ઈન્ડેક્સ બેઝડ આરંભમાં વિક્રમી તેજી જળવાઈ હતી. પરંતુ વધ્યામથાળે ફંડોએ અફડાતફડી  બોલાવીને આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને ટેલિકોમ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. જ્યારે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લેવાલી કરતાં ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક, આઇટી, ટેલિકોમ, ઓટો, મેટલ, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૬ અને વધનારની સંખ્યા ૧૮૧૨ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સ્થાનિક સ્તરે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં તથા વાહનોની કિંમતમાં પણ વધારો થયો હોવા છતાં ઓગસ્ટ માસમાં વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વાહનોના વેચાણમાં વધારો અને કોમર્સિઅલ વાહનોમાં મજબૂત રિકવરીને પરિણામે ઓગસ્ટ માસમાં ઓટોના રિટેલ વેચાણમાં  વાર્ષિક ધોરણે ૧૪.૪૮% વૃદ્ધિ થઈને કુલ ૧૩.૮૪ લાખ વાહનોનું વેચાણ થયું છે. કાર્સ, એસયુવીસ તથા વાન્સને આવરી લેતા ઊતારૂ વાહનોનું વેચાણ ઓગસ્ટમાં ૩૯% વધીને રહ્યું હતું. વાહનોના નવા મોડેલ્સ ઉપરાંત નીચા વ્યાજ દરની લોન્સ પણ વેચાણ વૃદ્ધિમાં ટેકારૂપ બન્યા છે.  ઓગસ્ટ માસમાં કોમર્સિઅલ વાહનોનું વેચાણ ૯૭.૯૪% જ્યારે ટ્રેકટર્સના વેચાણમાં ૫.૫૦% વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે થ્રી વ્હીલર્સના વેચાણમાં ૭૯.૭૦% વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે માંગ પડકારરૂપ બની રહી હતી જ્યારે વર્ષ ૨૦૨૧માં સેમીકન્ડકટર્સની અછતને કારણે પૂરવઠો મોટી સમશ્યા બની ગયો છે. વર્તમાન વર્ષમાં માગમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં વૈશ્વિક મોરચે અફઘાનિસ્તાન મામલે જીઓપોલિટીકલ ટેન્શન પર નજર સાથે કોરોના સંક્રમણ ડેલ્ટાના યુ.કે. અને એશીયાના દેશોમાં વધતાં કેસો અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ અને  ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રહેશે. આ સાથે સ્થાનિક સ્તરે સપ્તાહના અંતે ભારતના જુલાઈ ૨૦૨૧ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિનાના ૧૦,સપ્ટેમ્બર ૨૦૨૧ના આંકડા અને ચોમાસાની પ્રગતિ સાથે કેરળ સહિતના રાજયોમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ પર નજર રહેશે.

તા.૦૯.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૮.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૩૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૪૦૪ પોઈન્ટ થી ૧૭૪૧૭ પોઈન્ટ ૧૭૪૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૮.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૯૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૩૬૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૦૦૭ પોઈન્ટ થી ૩૭૧૭૭ પોઈન્ટ, ૩૭૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૮૪ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૩ થી રૂ.૧૬૧૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૪૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૧૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૧૦૦૪ ) :- રૂ.૯૮૩ નો પ્રથમ તેમજ રૂ.૯૭૦ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૩૬ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી નેટવર્ક ( ૪૮૫ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક  બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૪ થી રૂ.૫૦૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ  ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિ. ( ૧૨૦૭ ) :- રૂ.૧૨૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૮૩૪ ) :-  કોમોડિટી કેમિકલ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સન ફાર્મા ( ૭૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૬૪ થી રૂ.૭૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • JSW સ્ટીલ ( ૬૮૮ ) :- ૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૭૬ થી રૂ.૬૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૨૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular