કાલાવડ તાલુકાના શીશાંગ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતા યુવાને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતા માઠું લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ, મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના શીશાંગ ગામની સીમમાં આવેલી યુવરાજસિંહના ખેતરમાં મજૂરીકામ કરતા વિકાસ નથુભાઈ નિહાલ (ઉ.વ.30) નામના યુવાનને દારૂ પીવાની કૂટેવ હતી તેમજ તેની પત્ની જ્યોતિબેને પતિને દારૂ પીવાની ના પાડતા માઠું લાગી આવતા વિકાસે ગત તા.4 ના રોજ સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની જ્યોતિબેન દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
પત્નીએ દારૂ પીવાના ના પાડતા પતિનો આપઘાત
કાલાવડ તાલુકાના શિશાંગ ગામના વાડી વિસ્તારનો બનાવ : દવા પી આપઘાતનો પ્રયાસ : સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડયો