જામનગર શહેરના હવાઇ ચોકમાં ભાનુશાળી વાડમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.5000 ની કિંમતની 10 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના હવાઈ ચોક ભાનુશાળી વાડ શેરી નં.1મા રહેતા અજય ભરત કનખરા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.5000 ની કિંમતની દારૂની 10 બોટલો મળી આવતા અજયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
જામનગરમાં મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
5000ની કિંમતની 10 નંગ દારૂની બોટલ કબ્જે