Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆગાહી મુજબ સૌરાષ્ટ્રમાં શરૂ થયો વરસાદ, જસદણ પંથક જળબંબોળ

આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં શરૂ થયો વરસાદ, જસદણ પંથક જળબંબોળ

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જયારે પાંચ દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જે અનુસાર રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસાદ શરૂ થયો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જસદણના આટકોટ, પાંચવડા, ખારચીયા, જંગવડ, જીવાપર, ગુંદાળા, વિરનગર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. એક કલાકમાં દોઢ ઈંચ જેવો વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ રસ્તાઓ પર પાણી ભરાયેલા નજરે પડ્યા હતા. ખેતરો પણ પાણી પાણી થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. વીજળીના કડાકા ભડાકા થતાં લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યાં છે. ભાદરવામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. વિરપુર પાસેના યાત્રાધામ ખોડલધામ ખાતે વીજળીના કડાકાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી અગાહીનાં પગલે ગત સમી સાંજથી જ વિરપુર પંથકમાં વરસાદી માહોલ સાથે વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. જેમને લઈને લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક કાગવડ ખોડલધામ મંદિર ઉપર વીજળીનાં કડાકાના અદભૂત આકાશી દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.

- Advertisement -

આજે સવારથી જ ગોંડલ પંથકમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી છે. ગોંડલમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણ ગોરંભાયેલું જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું છે. શહેરના મોરબી રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ, આજીડેમ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. આથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular