દેશના મૂડીબજારમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓફર સાથે બજારમાં પ્રવેશનારી જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(એલઆઈસી)નો આઈપીઓ જોબ લોસિસનું કારણ બનશે કંપનીના કર્મચારીઓના અગ્રણી ટ્રેડ યુનિયન્સમાંના એકે જણાવ્યું છે. તેણે ઉમેર્યું છે કે આઈપીઓને કારણે કંપનીના સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પ્લાન્સ પર પણ અસર પડશે, એલઆઈસીનું વેલ્યૂએશન 261 અબજ ડોલર પર રહેવાની શક્યતા છે.
ઓલ ઈન્ડિયા એલઆઈસી એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી રાજેશકુમારે જણાવ્યા મુજબ એલઆઈસીની સ્થાપના ગ્રામીણ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોને ઈન્શ્યોરન્સ પૂરો પાડવા માટે થઈ હતી. કંપની છેલ્લા છ દાયકાઓથી મૂડીની ઊંચી જરૂરિયાત ધરાવતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને અત્યાર સુધી ફંડિંગ પૂરી પાડતી આવી છે. એકવાર બજાર પર લિસ્ટ થયા બાદ કંપનીનું ધ્યાન પ્રોફ્ટિને મહત્તમ બનાવવા પર જતું રહેશે એમ તેઓ ઉમેરે છે. તેમનું ટ્રેડ યુનિયન એલઆઈસીના 1.14 લાખ કર્મચારી ઓમાંથી 4 હજાર કર્મીઓનું પ્રતિનિધિત્વ કરે છે. યુનિયને વડા પ્રધાન અને સાંસદોને લિસ્ટિંગનો વિરોધ કરવા માટે લેખિતમાં જણાવ્યું છે. તેમજ તે શેરના વેચાણને લઈને તેની ચિંતા અંગે જાગૃતિ માટે અભિયાન ચલાવવાનું વિચારી રહ્યું છે.
કેન્દ્ર સરકાર તેના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવા માટે એલઆઈસીનો વધુમાં વધુ 10 ટકા હિસ્સો વેચવા માટેની તૈયારી કરી રહી છે. એલઆઈસીનો આઈપીઓ ડિસેમ્બરની આખરમાં અથવા માર્ચ ક્વાર્ટરમાં બજારમાં પ્રવેશે તેવી શક્યતા છે.


