Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી બાદ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૯૬.૯૧ સામે ૫૮૪૧૮.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૦૦૫.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૭૯.૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૦૪.૬૫ સામે ૧૭૩૭૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૬૯.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણના વિપરીત પરિબળ સાથે અફઘાનિસ્તાન મામલે જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા છતાં આર્થિક મોરચે અમેરિકા દ્વારા ગત સપ્તાહમાં યુ.એસ. ફેડરલ રિઝર્વે સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના આપેલા સંકેતે વૈશ્વિક બજારોમાં તેજી અને ભારતમાં જીએસટી એક્ત્રિકરણમાં સતત વધારા અને અન્ય આર્થિક પરિબળો પોઝિટીવ રહેતાં અને ચોમાસાની સારી પ્રગતિએ ફંડોએ શેરોમાં તેજીની વિક્રમી દોટ ચાલુ રાખી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે સાઉદી અરેબિયા દ્વારા ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો કરવામાં આવતાં બ્રેન્ટ અને નાયમેક્ષ ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવ્યાના અને સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં  ઘટાડાની પોઝિટીવ અસર અને કોર્પોરેટ ઈન્ડિયાના પોઝિટીવ ડેવલપમેન્ટે ફંડોએ શેરોમાં સતત ખરીદી કરતા બીએસઇ સેન્સેક્સે ૫૮૫૫૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૪૪૯ પોઈન્ટની નવી વિક્રમી ઊંચાઈ બનાવી હતી.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવા જીઓપોલિટીકલ ટેન્શન તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે ભારતમાં કોરોના સંક્રમણ હાલ અંકુશમાં હોવા છતાં હજુ ત્રીજી લહેરની દહેશત હોવા સાથે અફઘાનિસ્તાન મામલે ચિંતાએ આગામી દિવસોમાં મોટા આર્થિક પડકારોનો સામનો કરવો પડે એવા સંકેતે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ દ્વારા ઓફલોડિંગ કરતાં શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, એફએમસીજી, એનર્જી, સીડીજીએસ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૪ અને વધનારની સંખ્યા ૧૩૩૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મહામારીની પ્રતિકૂળતા બાદ ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ, ધંધા – રોજગાર વધતા જીએસટી કલેક્શનમાં સતત વૃદ્ધિ, દેશમાં વેક્સિનેશન કામગીરીમાં વૃદ્ધિ, અપેક્ષાથી સારા કોર્પોરેટ પરિણામો વિદેશી રોકાણકારોની નવી લેવાલી સહિતના સાનુકૂળ પરિબળો પાછળ બીએસઇ સેન્સેક્સે આજ પ્રથમ વખત ૫૮,૫૦૦ પોઇન્ટસની મહત્ત્વની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી દીધી હતી. આમ, ચાલુ કેલેન્ડર વર્ષમાં સાડા સાત માસમાં સેન્સેક્સ ૮૦૦૦ પોઇન્ટ વધ્યો છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે યુએસ ફેડરલ દ્વારા સ્ટીમ્યુલસ ચાલુ રાખવાના અહેવાલો સહિત વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા અપનાવાયેલ હળવી નાણાંનીતિની વૈશ્વિક બજારો સહિત ભારતીય બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.

સેન્સેક્સની આ ઐતિહાસિક તેજીના સમયગાળા દરમિયાન બીએસઇ – ૫૦૦ ઇન્ડેક્સમાં સામેલ ૩૭ શેરોમાં ૧૦૦% થી ૩૧૩% સુધીના ઉછાળા નોંધાયા હતા. ચાલુ ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં બીએસઇ સેન્સેક્સ અત્યાર સુધી અંદાજીત ૨૨% વધીને ૫૮૫૫૩.૦૭ની ઑલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો છે. સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે રોકાણકારોની સંપત્તિ પણ વધીને અંદાજીત રૂ.૨૫૪ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી છે. ગત ઓગસ્ટ માસમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૯%નો ઉછાળો નોંધાયો છે. આમ, એકધારી તેજી આગામી દિવસોમાં બાદ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી શક્યતા જોવાઈ રહી છે.

તા.૦૮.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૭.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૩૬૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૭૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૩૦૩ પોઈન્ટ થી ૧૭૨૭૨ પોઈન્ટ ૧૭૨૩૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૭.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૫૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૭૦૭ પોઈન્ટ થી ૩૬૮૮૮ પોઈન્ટ, ૩૭૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૬૮૬ ) :- કન્સ્ટ્રકશન એન્જિનિયરિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૩ થી રૂ.૧૭૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિ. ( ૯૫૦ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૬ થી રૂ.૯૭૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૬૭૪ ) :- ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૬ થી રૂ.૬૯૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત પેટ્રોલિયમ ( ૪૮૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઇનરીઓ / પેટ્રો – પ્રોડક્ટ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૦ થી રૂ.૫૦૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. ( ૨૪૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૨૪ થી રૂ.૨૪૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૫૮ ) :- રૂ.૧૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૮૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૪૨૭ ) :-  આયર્ન એન્ડ સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૦૭ થી રૂ.૧૩૯૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૭૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ICICI બેન્ક ( ૭૧૮ ) :- ૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૯૬ થી રૂ.૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૫૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular