આજે વહેલી સવારે ધંધુકા બગોદરા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ખડોળ ગામના ચાર રસ્તા પાસે ખાનગી બસ પલટી મારી જતા 35 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જે પૈકી ૩બાળકો સહીત 11 લોકોની હાલત ગંભીર છે. તમામને ધંધુકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે સવારે 56 મુસાફરો સાથે એક ખાનગી બસ સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહી હતી તે દરમિયાન ધંધુકા બગોદરા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી અને 35 જેટલા લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકોને 6 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદથી સૌરાષ્ટ્રના પ્રવાસ માટે બસ નીકળી હતી અને સવારના સમયે અકસ્માત નડ્યો હતો.