ભરૂચના અંકલેશ્વરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રવિવારે રાત્રીના રોજ વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં શોટસર્કીટના પરિણામે બ્લાસ્ટ થતા દિવાળીમાં ફટકડા ફૂટતાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. ટ્રાન્સફોર્મરમાં બે મિનીટ સુધી શોટસર્કીટ રહેતા સ્થાનિકોમાં ભય સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.