Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઓપન ગુજરાત ઓર્થોપેડિક પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વિઝનું આયોજન

ઓપન ગુજરાત ઓર્થોપેડિક પોસ્ટ ગ્રેજ્યુએટ ક્વિઝનું આયોજન

- Advertisement -

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ સંલગ્ન જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગ, ડો. વિજય આર. સાતાના વડપણ અને આગેવાની હેઠળ અવિરતપણે ખૂબ બધા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર તો આપે જ છે. સાથે સાથે સમગ્ર ગુજરાતસ્તરે ઓર્થોપેડિકનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠતમ ટીચીંગ-લર્નિંગ પ્લેટફોર્મ પણ સતત પુરું પાડે છે. આ જ સફળ પરંપરાને આગળ વધારતાં આગામી તા. 5 સપ્ટેમ્બર (ટીચર્સ ડે)નાં દિવસે સમગ્ર ગુરજાતમાં કોઇપણ સ્થળે ઓર્થોપેડીક વિષયના પોસ્ટ ગ્રેજ્યુએટ (માસ્ટર્સ) કરતાં વિદ્યાર્થીઓ માટે એક ખાસ, ભવ્ય ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્વિઝમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 80થી પણ વધારે એમ.એસ. (ઓર્થો.)નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જામનગર ખાતે ભાગ લેવા હાજર થશે. કોરોના ગાઇડલાઇન્સનાં ચુસ્ત પાલન સાથે આ આયોજન મેડીકલ કોલેજનાં નવા બિલ્ડીંગ ખાતે કરવામાં આવશે.

આ સમગ્ર ક્વિઝનું આયોજન ડો. સાતાના માર્ગદર્શન હેઠળ, ગુજરાત ઓથોપેડીક એસો.ના નેજા હેઠળ તથા સમગ્ર જામનગરનાં ઓર્થોપેડીક સર્જનોના ઉત્સાહભેર સહયોગ સાથે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. દિપક પરમાર દ્વારા કરવામાં આવેલ છે. સમગ્ર આયોજનમાં વિભાગનાં તમામ સિનિયર તથા જુનિયાર રેસીડેન્ટ ડોકટર્સ તથા જોઇન્ટ ઓર્ગે. સેક્રેટરી ડો. અપૂર્વ ડોડીયા ઉત્સાહભેર ભાગ લઇ રહેલ છે.

આ ક્વિઝની સાથે સાથે ડો. વિજય સાતાના વિઝન મુજબ જુનાગઢથી ડો. કશ્યપ આરદેશણા તમામ વિદ્યાર્થીઓને પગની પેનીનાં હાડકા (કેલ્કેનિયમ)ના કોમ્પ્લેક્ષ ફ્રેકચરને સરળતાથી કઇ રીતે સારવાર આપી શકાય તે બાબતની સમજ આપશે તથા અમદાવાદના ડો. કમલેશ દેવમૂરારી (તેઓ ગુજરાત ઓર્થો. એસો.ના સેક્રેટરી પણ છે) ઉપસ્થિત વિદ્યાર્થીઓને બાળકોમાં જોવા મળતાં જન્મજાત વાંકા-ચૂકા પગ (કલબ ફૂટ)ની સરળ સારવાર અંગે માર્ગદર્શન આપશે. આ સુંદર આયોજનમાં ભાગ લેવા છેક વાપીથી ગુજરાત આોર્થોપેડીક એસો.ના પ્રમુખ ડો. વિકાસ જૈન આવી રહેલ છે. તેઓ દ્વારા અત્યંત જહેમતથી તૈયાર થયેલ ખાસ વેબએપ આ જ પ્રસંગે ખુલ્લી મૂકવામાં આવશે. જેમાં ઓર્થોપેડીક સર્જન તથા વિદ્યાર્થીઓ માટે બુહ ઉપયોગી વિવિધ વિભાગો છે.

એક ખાસ વ્યવસ્થા હેઠળ જામનગર ખાતે યોજાનાર આ ક્વિઝના વિજેતાઓ સીધા જ સમગ્ર ભારત લેવલની ક્વિઝ (ઇન્ડીયન ઓર્થોપેડીક એસો. દ્વારા આયોજીત)માં સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ ગૌરવશાળી સમગ્ર ઘટનાના આયોજનમાં ડો. સાતાને સમગ્ર વિભાગ ઉપરાંત ડીન ડો. નંદીની દેસાઇનો સતત સાથ, સહકાર, સહયોગ તથા માર્ગદર્શન મળેલ છે. આ ઉપરાંત તબીબી અધિક્ષક ડો. દિપક તીવારી તથા ફેકલ્ટી ડીન અને આઇએમએ નેશનલ વાઇસ પ્રેસિ. ડો. વિજય પોપટનો પણ સક્રિય સહયોગ મળેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular