ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા સંતોકબા રઘુવીરસિંહ રાઠોડ નામના 35 વર્ષના મહિલાએ ભૂલથી પોતાના ઘરમાં રહેલા ફ્રીઝમાં પાણીની બોટલમાં ઉંદર મારવાની ઝેરી દવાવાળું પાણી પી લેતાં તેણીને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે સલાયા પોલીસ મથકે જરૂરી નોંધ કરવામાં આવી છે.