Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 20 લાખ પૈકી 12 લાખ વકીલો નકલી

દેશમાં 20 લાખ પૈકી 12 લાખ વકીલો નકલી

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની નવી વેરિફિકેશન સિસ્ટમથી થયો ચોંકાવનારો ખુલાસો

- Advertisement -

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ની નવી વેરિફિકેશન સીસ્ટમથી જાણ થઈ છે કે ભારતીય કોર્ટોમાં પ્રેકટીસ કરી રહેલા લગભગ 20 લાખ વકીલો પૈકી 60 ટકા એટલે કે 12 લાખ વકીલો બોગસ છે. ઉલ્લેખનીય છે કે આ સંખ્યા છેલ્લા બે વર્ષમાં બમણી થઈ છે.

બીસીઆઈએ એડવોકેટ્સ માટે દર પાંચ વર્ષે લાયસન્સ રિન્યુ કરવાનું ફરજિયાત કરવાનો નિયમ બનાવતા આ જાણકારી સામે આવી હતી. બોગસ વકીલોને સીસ્ટમમાંથી બહાર કાઢવા અને પ્રેકટીસ કરતા વકીલોની વેરિફિકેશન પ્રક્રિયા સુદ્રઢ કરવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલોને એનરોલમેન્ટ ફી ચાર્જ કરવાની ભલામણ કરી છે. તેમની યુનિવર્સિટી અને કોલેજની ડીગ્રીઓ વેરિફિકેશન માટે મોકલવામાં આવશે.

બીસીઆઈને તપાસમાં જાણ થઈ છે કે કોર્ટમાં યોગ્ય સર્ટિફિકેટો વિના અનેક વકીલો પ્રેકટીસ કરી રહ્યા છે. ગયા વર્ષે તેણે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે ભારતમાં રજિસ્ટર થયેલા 20 લાખ વકીલો પૈકી 30 ટકા વકીલોની ડીગ્રી બોગસ છે.

આ સડાને આગળ વધતો અટકાવવા બીસીઆઈએ રાજ્યની તમામ બાર કાઉન્સિલને વકીલો પાસેથી એનરોલમેન્ટ ફી તરીકે રૂા.2,500 વસુલવા જણાવ્યું છે. નવી ગાઈડલાઈન્સ મુજબ એક એડવોકેટે રાજ્યની બાર કાઉન્સિલમાં નોંધણી કરાવતી વખતે પોતાની શૈક્ષણિક ડીગ્રીઓ સંબંધિત તમામ દસ્તાવેજો સુપરત કરવાના રહેશે. બાર કાઉન્સિલ આ દસ્તાવેજો સુપરત થયાના પાંચ દિવસમાં સંબંધિત યુનિવર્સિટી અથવા બોર્ડને ચકાસણી માટે મોકલશે. રાજ્યની બાર કાઉન્સિલમાં સત્તાવાર જવાબ મળ્યા પછી જ વકીલની નોંધણી પૂર્ણ થઈ ગણાશે જેની ગેરહાજરીમાં ઉમેદવારની છ મહિના માટે હંગામી નોંધણી કરવામાં આવશે. રાજ્યની બાર કાઉન્સિલે નોંધણીના પ્રમાણપત્રો મોકલવા અગાઉ ઉમેદવારોનો ઈન્ટરવ્યુ લેવાનો રહેશે. ત્યાર બાદ તેમણે 10 દિવસમાં નોંધણી કરાયેલા ઉમેદવારોની વિગતો બીસીઆઈને મોકલવાની રહેશે.

- Advertisement -

ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ જે એસ ખેહરે બોગસ વકીલોના વધેલા પ્રમાણ બાબતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે એમાં માત્ર બોગસ ડીગ્રીઓ ધરાવતા વકીલો જ નહિ પણ કોઈપણ પ્રકારની ડીગ્રી વિનાના વકીલો પણ સામેલ છે. આ લોકો કોઈપણ લાયસન્સ કે પરવાનગી વિના કોર્ટોમાં પ્રેકટીસ કરી રહ્યા છે અને ન્યાય માગતા નાગરિકો સાથે રમત રમી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular