ત્રણ કૃષિ કાયદાની વિરૂધ્ધમાં ઉતર ભારતમાં 9 મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે. હવે રાષ્ટ્રીય સ્વંય સેવક સંધની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે જાગ્યુ છે. ભાજપ શાસિત રાજયોમાં ખેડૂતો ઉપર પકડ ધરાવતા આ સંગઠને લધુતમ ખરીદ કિંમત એમએસપી માટે કાયદાનું રક્ષણ માંગ્યુ છે. એટલુ જ નહિ, ખેડૂતોની જણસીઓ માટે જાહેર થતી ઓછી કિંમતના વેચાણને ગુન્હો ગણવા મજબૂત કાયદો ઘડવાની પણ માંગણી કરી છે. જેની શરૂઆત 8 સપ્ટેમ્બરને બુધવારે ગુજરાતના તમામ જિલ્લા મથકોએ ધરણાં સાથે થશે.
કિસાન સંઘનું આંદોલન ભારતીય કિસાન સંઘના ગુજરાત એકમે શુક્રવારે માધ્યમો સમક્ષ 8 સપ્ટેમ્બરે દરેક જિલ્લામાં ધરણાં અને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને ખેડૂતોની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર – આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબુભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી બાબુભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ખેડૂતોને લધુત્તમ ટેકાના ભાવ નહી પણ પડતર કિંમતને આધારે પોષણક્ષમ ભાવ મળે તેવી માંગણી સંઘની હોવાનું જણાવ્યુ હતુ. જો કે, તેમણે બધા જ પ્રકારની જણસીઓની ખરીદી એમએસપી કરવા જોગવાઈ કરવા માંગણી પણ કરી છે. એક વાર જાહેર થયેલા ભાવ પછી ઈનપુટ્સમાં થતી મોંઘવારીને આધારે ખરેખર પડકર કિંમત નિયત કરી તેના આધારે ખરીદીની ફોમ્ર્યુલા નિશ્ચિત કરવા સંઘની મુખ્ય રજૂઆત છે. જેમાં ખેડૂતોની કૃષિપેદશો જાહેર થયેલા ભાવથી માર્કેટયાર્ડમાં કે બહાર અથવા સરકાર ખરીદે અને જો તેનાથી ઓછી કિંમતે થતા વેચાણના કિસ્સાને ગુન્હો ગણીને સજા કરવા મજબૂત કાયદો ઘડવાની માંગણી છે.
સંસદમાં પસાર થયેલા ત્રણ વિવાદાસ્પદ કાયદામાં બેંક સિક્યોરિટી સાથે ખાનગી વેપારીઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન, કોર્પોરેટ કંપનીના સ્થાને માત્ર કૃષિ ક્ષેત્રની કંપનીઓને જ મંજૂરી, જિલ્લા સ્તરે કિસાન ન્યાયાલય સ્થાપવા જેવા સુધારા કરવા પણ સંઘે માંગણી કરી છે. જે નહિ ઉકેલાય ત્યાં સુધી આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ આગેવાનોએ જણાવ્યુ હતુ.
RSSના ખેડૂતો 8 સપ્ટે.થી ગુજરાતમાં દરેક જિલ્લામાં આંદોલન કરશે
દેશમાં 9 માસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે : જિલ્લાસ્તરે ખેડૂત અદાલતો સ્થાપવા પણ માંગણી