Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનિયંત્રણ વગરના ડિજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુપ્રિમ કોર્ટ ખફા

નિયંત્રણ વગરના ડિજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુપ્રિમ કોર્ટ ખફા

વેબ પોર્ટલ અને યુ-ટ્યુબ પર ચાલતા ફેક ન્યૂઝ પર કોઇ નિયંત્રણ નથી

- Advertisement -

સરકારના કોઈ પણ જાતના નિયંત્રણ વગર વેબ પોર્ટલ્સ અને યુ ટ્યુબ ચેનલો પર દેખાડાતા ફેક ન્યૂઝને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા જમીયત એ ઉલેમાએ એ હિન્દ દ્વારા દાખલ કરાયેલી એક પિટિશનની સુનાવણી દરમિયાન ઉપરોક્ત ટિપ્પણી કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યુ હતુ કે, ખાનગી સમાચાર ચેનલો દ્વારા કેટલાક ન્યૂઝ પ્રસારિત કરવામાં આવે છે અને તેમાં સાંપ્રદાયિક એન્ગલ આપવામાં આવે છે અને તેનાથી છેવટે દેશની બદનામી થાય છે. ઉપરાંત વેબ પોર્ટલો અને યુ ટયુબ પર ચાલતા ફેક ન્યૂઝ પર કોઈ નિયંત્રણ નથી. કોઈ પણ વ્યક્તિ યુ ટ્યુબ પર જઈને એક ચેનલ શરૂ કરી શકે છે. તમે યુ ટ્યુબ પર જોઈ શકો છો કે, કેટલી આસાનીથી ફેક ન્યૂઝ ચલાવી શકાય છે. કોર્ટે આગળ કહ્યુ હતુ કે, ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માત્ર વગદાર લોકોનુ સાંભળે છે અને ન્યાયપાલિકા તરફ તેમની કોઈ જવાબદારી જાણે છે જ નહી. ક્યારે પણ કોઈ પબ્લિક ચેનલ, ટ્વિટર, ફેસબૂક અને યુ ટ્યુબને કોઈ મામલામાં જવાબ આપતા જોયા નથી.

દમિયાન સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યુ હતુ કે, નવા આઈટી નિયમો થકી ડિજિટલ અને સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તબલિગી જમાતના મામલામાં કેટલાક મીડિયા દ્વારા ખોટુ રિપોર્ટિંગ કરવામાં આવ્યુ હોવાના સવાલ ઉઠાવીને જમીયત એ ઉલેમા દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે અને તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular