અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે વરસેલા ભારે વરસાદના કારણે તબાહી મચી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 40 કરતા પણ વધારે લોકોના મોત થયા છે. બંને જગ્યાઓએ ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે વાવાઝોડું વધારે ખતરનાક બનીને ન્યૂ ઈંગ્લેન્ડ તરફ વધી ગયું છે.
ન્યૂયોર્ક શહેરમાં પોલીસે 7 લોકોના મૃત્યુની પૃષ્ટિ કરી છે જ્યારે ન્યૂજર્સીમાં એક વ્યક્તિનું મોત થયું છે. ન્યૂયોર્ક એફડીઆર ડ્રાઈવ, મેનહટ્ટની પૂર્વ બાજુએ એક મોટો વિસ્તાર અને બ્રોંક્સ નદી પાર્કવે બુધવારે મોડી સાંજ સુધી પાણીમાં ડૂબેલા હતા. સબવે સ્ટેશનો અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ તમામ સેવાઓ સસ્પેન્ડ કરવી પડી હતી. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સબવે પર સફર કરી રહેલા લોકો કારોમાં સીટ પર ઉભેલા દેખાઈ રહ્યા છે. અન્ય એક વીડિયોમાં રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ કાચ સુધી ડૂબેલી દેખાઈ રહી છે. ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય મોસમ સેવા કાર્યાલયે બુધવારે રાતે પૂરને લઈ અચાનક ઈમરજન્સીની પહેલી ચેતવણી જાહેર કરી હતી. આ ચેતવણી વિશેષ પરિસ્થિતિઓમાં ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે પૂરના કારણે વિનાશકારી ક્ષતિ થઈ રહી હોય અથવા થવાની હોય. વરસાદના કારણે ન્યૂયોર્ક અને ન્યૂજર્સી એમ બંને જગ્યાએ અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યુ છે. મૂશળધાર વરસાદના કારણે વીજળીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે જેથી હજારો લોકો ઘરમાં વીજળીથી વંચિત છે. ન્યૂજર્સીની તમામ કાઉન્ટીમાં ઈમરજન્સી જાહેર વાવાઝોડા અને વરસાદના કારણે ન્યૂજર્સીની તમામ 21 કાઉન્ટીઓમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.
લોકોને ચેતવણી જાહેર કરીને પૂર હોય ત્યાં રસ્તાઓથી દૂર રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર વધારે વિકરાળ બનશે તેવી ચેતવણી પણ આપી છે.
અમેરિકામાં ઇડા વાવાઝોડાનો કહેર: 40ના મોત
ન્યૂયોર્ક, ન્યૂજર્સીમાં ઇમરજન્સી લગાવવામાં આવી: મુશળધાર વરસાદથી ન્યૂયોર્કના રસ્તાઓ પર નદી વહી: 240 કિમીની ઝડપે ફૂંકાયો પવન