ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં મેડલ જીત્યા બાદ અવની લેખરાએ શૂટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની ટી-64 માં પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં નવા એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ અવની લેખરાએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારત માટે 12 મો મેડલ જીત્યો છે. આ ઉપરાંત બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પલક કોહલી અને પ્રમોદ ભગત સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય તીરંદાજ હરવિંદર સિંહ પુરુષોની રિકર્વ ઓપન એલિમિનેશન તીરંદાજીમાં આગલા રાઉન્ડમાં પહોંચી ગયા છે. સુહાસ એલ. યથીરાજ બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL-4 મેચમાં પણ આગલા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જ્યારે પ્રાચી કેનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સની 200 મીટર Vl-2 ઇવેન્ટમાં મેડલ ચૂકી ગઇ હતી.
ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશનું પ્રથમ ગોલ્ડ જીતનાર જયપુરની અવનીએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે એક ઓલિમ્પિક કે પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ પેરાલિમ્પિક્સમાં ત્રણ મેડલ જીત્યા છે, જ્યારે સુશીલ કુમારે ઓલિમ્પિક કુસ્તીમાં બે મેડલ અને બેડમિન્ટનમાં પીવી સિંધુ બે મેડલ જીતી છે.