Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસુરતથી ગાંજાનો જથ્થો જામનગરમાં ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

સુરતથી ગાંજાનો જથ્થો જામનગરમાં ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

12 કિલો ગાંજાના જથ્થા સાથે સુરતના સપ્લાયર તથા જામનગરના રીસીવરની ધરપકડ


સુરત થી જામનગર શહેરમાં નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને ઘૂસાડવાનું નેટવર્ક જામનગરની એસઓજીની ટીમે ગાંજાનો જથ્થો સપ્લાય કરવા આવેલા સુરતના એક સપ્લાયર તેમજ જામનગરના એક રીસીવર સહિત બે શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી 12 કિલો અને 294 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો કબજે કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરની એસઓજી શાખાને બાતમી મળી હતી કે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતો હુસેન ઉર્ફે ભીખુ વલીમામદ સુમરાણી નામનો શખ્સ ગાંજાના જથ્થાનું વેચાણ કરવા માટે બહાર ગામથી મંગાવી રહ્યો છે અને સુરત થી એક સપ્લાયર ગાંજાનો જથ્થો લઈને જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં આવી રહ્યો છે. જેના આધારે સોમવારે સાંજે એસઓજી શાખાની ટુકડીએ વોચ ગોઠવી હતી.

દરમિયાન શંકર ટેકરી વિસ્તારમાં રહેતો હુસેન ઉર્ફે ભીખુ વલીમામદ સુમરાણી એક સ્થળે ઉભો હતો ત્યાં સુરતના તિરૂપતિ નગર વિસ્તારમાં રહેતો સરીફ ઉર્ફે શાહરૂખ ખલીલ પીંજારા નામનો શખ્સ ગાંજાનો જથ્થો સપ્લાય કરવા માટે આવી પહોંચ્યો હતો. અને ગાંજાની ડિલિવરી કરે તે દરમિયાન એસઓજી ટીમે બંનેને ઝડપી લઇ તેના કબ્જામાંથી 12 કિલો અને 294 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો અને સ્કૂટર સહિત બે લાખથી વધુની માલમતા કબજે કરી હતી અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular