Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoભાણવડના ચોખંડા ગામે 13 ફૂટ લાંબો અજગર વીજપોલ પર ચડી ગયો :...

ભાણવડના ચોખંડા ગામે 13 ફૂટ લાંબો અજગર વીજપોલ પર ચડી ગયો : ત્રણ કલાકની ભારે મહેનત બાદ રેસ્ક્યુ

- Advertisement -

ભાણવડ તાલુકાના ચોખંડા ગામે મોડી રાત્રે 13 ફૂટનો અજગર દેખાયો હતો. આટલા મોટા અજગરને જોતા લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ બન્યો હતો. ત્યાર બાદ આ અજગર વીજપોલ પર ચડી જતા લોકો વધુ પરેશાનીમાં મુકાયા હતા. વીજતાર પર ચડી જતા PGVCLને વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી.

ગ્રામજનોએ વનવિભાગ અને એનીમલ લવર્સ ગ્રુપને જાણ કરી હતી, ત્રણ કલાકની મહામહેનત બાદ સંયુક્ત રીતે તેમણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અજગરને સફળતા પૂર્વક પકડી લીધો હતો અને ત્યારબાદ પ્રાકૃતિક સ્થળે તેણે રીલીઝ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular