Monday, December 23, 2024
Homeરાજ્યગેરકાયદેસર બોકસાઈટના જથ્થા સાથે ત્રણ ટ્રક ઝડપાયા

ગેરકાયદેસર બોકસાઈટના જથ્થા સાથે ત્રણ ટ્રક ઝડપાયા

એલસીબી દ્વારા કુલ રૂા. 33.85 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે આજરોજ વહેલી સવારે દ્વારકા નજીકના ચરકલા પાસેથી પસાર થઈ રહેલા બોકસાઈટ ભરેલા ત્રણ ટ્રકોને પકડી પાડયા હતા. જેમાં આધાર પુરાવા વગર બોકસાઈટનો જથ્થો પરિવહન થઈ રહ્યો હતો. આ સંદર્ભે પોલીસે કુલ રૂા. 33.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અનઅધિકૃત રીતે બોકસાઇટ ચોરી સંદર્ભે કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ગઇકાલે શુક્રવારે વહેલી સવારે એલસીબી વિભાગના હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર તથા બોઘાભાઈ કેસરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના મેવાસા, વિરપુર ગામની સીમમાંથી પસાર થતા ત્રણ ટ્રકોને અટકાવવામાં આવ્યા હતા. બોકસાઈટનો જથ્થો ભરેલા બાર વ્હીલવારા સુધી જુદા નંબરના ત્રણ ટ્રકના ચાલક પાસે પોલીસે ખનીજ અંગેના જરૂરી કાગળો માંગતા તેઓ પાસે આ અંગેના કોઈ આધારપુરાવા કે રોયલ્ટી ન હતી. આથી પોલીસે રૂા.30 લાખની કિંમતના ત્રણ ટ્રક તથા તેમાં પરિવહન થતાં રૂા.3.85 લાખના 77 ટન જેટલા બોકસાઈટને હાલ જપ્ત કરી, આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પીએસઆઈ એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, સાથે સ્ટાફના સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ ચાવડા, દેવશીભાઈ ગોજીયા, કેશુરભાઈ ભાટીયા, નરસીભાઈ સોનગરા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular